Ahmedabad: અમદાવાદના સાબરમતી વિસ્તારમાં ONGC કટ પાસે ST બસની ટક્કરથી 70 વર્ષીય એક વૃદ્ધનું મોત થયું છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને બસ ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના રેલ્વે કોલોનીના ભૂત બંગલા ખાતે જવાહર ચોક પાસે, સાહિબપુરાના છાપરાના રહેવાસી ગજાજી મનરૂપજી મારવાડી (70) સવારે કામ પર ગયા હતા. તેઓ સાબરમતી ચાર રસ્તા નજીક ONGC કટ પાસે પગપાળા રસ્તો ક્રોસ કરી રહ્યા હતા ત્યારે તેમને પસાર થતી ST બસે ટક્કર મારી હતી.
ટક્કરમાં ગજાજી મારવાડી ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. અકસ્માતની માહિતી મળતાં, સાબરમતી પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને બસ ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.




