Skip to content
  • हिंदी
  • |
  • English
  • |
  • ગુજરાતી
Lalluram Gujarati

Lalluram Gujarati

  • હોમ
  • ગુજરાત
  • દેશ દુનિયાદેશ દુનિયા
  • શહર
    • સુરત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • જામનગર
  • સ્પોર્ટ્સસ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ટ્રેન્ડિંગ
  • રાજનીતી
  • રાશિફળ
  • બિઝનેસ
  • લાઇફસ્ટાઇલ
  • વેબ સ્ટોરી
  • लल्लूराम.कॉम
  • lalluramnews

लोकसभा 2024

भाजपा+
कांग्रेस+
अन्य
कुल सीट 543

छत्तीसगढ़

सीट
भाजपा
कांग्रेस
अन्य

मध्यप्रदेश

सीट
भाजपा
कांग्रेस
अन्य

उत्तर प्रदेश

सीट
भाजपा
कांग्रेस
अन्य

Home » ક્રાઇમ » ગુજરાત

Ahmedabad: PM મોદીના નામે ₹8,000 દિવાળી બોનસનો મેસેજ વાયરલ! લિંક પર ક્લિક કરતાં ખાતું થઈ શકે છે ખાલી

News_Desk
12 Nov 2026, 10:36 AM November 12, 2026
ક્રાઇમ
Ahmedabad
Share
Share Share Follow

Ahmedabad News: દિવાળી પર દરેક નાગરિકને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામે ₹8,000નું બોનસ આપવાનો દાવો કરતો મેસેજ અને તેની સાથેની લિંક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. જોકે, આ દાવો સંપૂર્ણપણે ખોટો છે. અમદાવાદ સાયબર ક્રાઈમ પોલીસે સ્પષ્ટતા કરી છે કે કેન્દ્ર સરકાર દ્વારા આવી કોઈ યોજના જાહેર કરવામાં આવી નથી. આ મેસેજના માધ્યમથી લોકોની અંગત અને બેંકિંગ વિગતો ચોરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

પોલીસના જણાવ્યા અનુસાર, આ એક ફિશિંગ કૌભાંડ છે. ઠગો WhatsApp અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વિવિધ ભારતીય ભાષાઓમાં મેસેજ મોકલી લોકોને ₹8,000ની રોકડ ભેટની લાલચ આપી રહ્યા છે. મેસેજમાં આપેલી લિંક પર ક્લિક કરવાથી વપરાશકર્તાઓ નકલી વેબસાઇટ પર પહોંચી જાય છે.

કેવી રીતે થાય છે ₹8,000ના બોનસના નામે છેતરપિંડી?

1. નકલી મેસેજ મોકલી લાલચ આપવામાં આવે છે

ઠગો એવો દાવો કરે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિવાળી નિમિત્તે દેશના દરેક નાગરિકને ₹8,000 આપવાની જાહેરાત કરી છે. આ મેસેજ WhatsApp અને અન્ય સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાવવામાં આવે છે.

2. નકલી સરકારી વેબસાઇટ પર લઈ જવાય છે

મેસેજમાં આવેલી લિંક પર ક્લિક કરતાં વપરાશકર્તા સરકારી પોર્ટલ જેવી દેખાતી નકલી વેબસાઇટ પર પહોંચે છે. ત્યાં WhatsApp અથવા Telegram એકાઉન્ટની વિગતો, ડિવાઇસની પરવાનગી કે અન્ય માહિતી માંગવામાં આવી શકે છે.

3. વ્યક્તિગત અને બેંકિંગ વિગતો ચોરાય છે

બોનસ મેળવવાની પ્રક્રિયાના નામે ઠગો લોકો પાસેથી નામ, મોબાઇલ નંબર, આધાર કાર્ડ, PAN કાર્ડ, બેંક એકાઉન્ટ નંબર, CVV અને OTP જેવી સંવેદનશીલ વિગતો મેળવવાનો પ્રયાસ કરે છે. આ માહિતીનો ઉપયોગ બેંક ખાતાંમાંથી પૈસા ઉપાડવા સહિતની નાણાકીય છેતરપિંડી માટે થઈ શકે છે.

4. UPI અને માલવેર દ્વારા પણ જોખમ

કેટલાક કિસ્સાઓમાં પ્રોસેસિંગ ફીના નામે પૈસા માંગવામાં આવે છે અથવા UPI PIN દાખલ કરાવી છેતરપિંડી કરવામાં આવે છે. શંકાસ્પદ લિંક દ્વારા મોબાઇલમાં APK ફાઇલ કે માલવેર ડાઉનલોડ થવાનું જોખમ પણ રહે છે, જેના કારણે ફોનમાં રહેલી અંગત માહિતી જોખમમાં મુકાઈ શકે છે.

સાયબર ઠગાઈથી બચવા કરો આ કામ

  • અજાણ્યા નંબર પરથી આવેલા મેસેજમાંની શંકાસ્પદ લિંક પર ક્લિક કરશો નહીં.
  • OTP, ATM PIN, CVV કે UPI PIN કોઈની સાથે શેર કરશો નહીં.
  • સરકારી યોજનાની માહિતી માટે સંબંધિત મંત્રાલય અથવા વિભાગની સત્તાવાર વેબસાઇટ તપાસો. વેબસાઇટનું ડોમેન નામ પણ ધ્યાનથી ચકાસો.
  • શંકાસ્પદ સરકારી દાવાઓની PIB Fact Check જેવા સત્તાવાર માધ્યમો દ્વારા ખરાઈ કરો.
  • અજાણી વેબસાઇટ પરથી કોઈ APK ફાઇલ ડાઉનલોડ કે ઇન્સ્ટોલ કરશો નહીં.

PIB Fact Checkનો WhatsApp નંબર: +91 8799711259

સાયબર છેતરપિંડીનો ભોગ બનો તો તાત્કાલિક આ પગલાં લો

જો તમે ભૂલથી શંકાસ્પદ લિંક ખોલી હોય અથવા તમારા બેંક ખાતામાંથી પૈસા કપાઈ ગયા હોય, તો સમય બગાડ્યા વિના કાર્યવાહી કરો.

  • 1930 પર કૉલ કરો: નાણાકીય સાયબર છેતરપિંડીની ફરિયાદ માટે રાષ્ટ્રીય હેલ્પલાઇન નંબર 1930 પર તાત્કાલિક સંપર્ક કરો.
  • ઓનલાઇન ફરિયાદ નોંધાવો: https://cybercrime.gov.in પર જઈને સાયબર ક્રાઈમની ફરિયાદ કરો.
  • બેંકને જાણ કરો: તમારી બેંકનો તાત્કાલિક સંપર્ક કરો અને જરૂર જણાય તો કાર્ડ, UPI અથવા નેટ બેંકિંગ સેવાઓ બ્લોક કરાવો.
  • મોબાઇલની સુરક્ષા તપાસો: શંકાસ્પદ APK ઇન્સ્ટોલ કરી હોય તો તેનો ઉપયોગ બંધ કરો, ઇન્ટરનેટ કનેક્શન ડિસ્કનેક્ટ કરો અને સુરક્ષિત ઉપકરણથી તમારા બેંક તથા અન્ય મહત્ત્વપૂર્ણ એકાઉન્ટની સુરક્ષા સુનિશ્ચિત કરો. જરૂર પડે તો સાયબર સુરક્ષા નિષ્ણાતની મદદ લો.

  • Twitter
  • Facebook
  • LinkedIn
  • Pinterest
  • Telegram
WhatsApp
ઓડિશામાં નિવૃત્ત DFOની પત્નીની હત્યાના આરોપીની Gujaratમાં ધરપકડ; મોબાઇલ બંધ કરીને પોલીસથી બચી રહ્યો હતો »
દિવાળીની રજાઓમાં Junagadh પ્રવાસીઓથી છલકાયું, ગિરનાર રોપવે પર લાંબી કતારો; 5 કિમીનો ટ્રાફિક જામ
ગુજરાત

દિવાળીની રજાઓમાં Junagadh પ્રવાસીઓથી છલકાયું, ગિરનાર રોપવે પર લાંબી કતારો; 5 કિમીનો ટ્રાફિક જામ

Today | 12 minutes ago
  • Twitter
  • Facebook
  • LinkedIn
  • Pinterest
  • Telegram
WhatsApp
Anandમાં ઓનર કિલિંગનો ચોંકાવનારો કિસ્સો! બીજી જ્ઞાતિના યુવક સાથે પ્રેમસંબંધને કારણે પિતાએ કરી પુત્રીની હત્યા
ક્રાઇમ

Anandમાં ઓનર કિલિંગનો ચોંકાવનારો કિસ્સો! બીજી જ્ઞાતિના યુવક સાથે પ્રેમસંબંધને કારણે પિતાએ કરી પુત્રીની હત્યા

Today | 30 minutes ago
  • Twitter
  • Facebook
  • LinkedIn
  • Pinterest
  • Telegram
WhatsApp
ઓડિશામાં નિવૃત્ત DFOની પત્નીની હત્યાના આરોપીની Gujaratમાં ધરપકડ; મોબાઇલ બંધ કરીને પોલીસથી બચી રહ્યો હતો
ગુજરાત

ઓડિશામાં નિવૃત્ત DFOની પત્નીની હત્યાના આરોપીની Gujaratમાં ધરપકડ; મોબાઇલ બંધ કરીને પોલીસથી બચી રહ્યો હતો

Today | 47 minutes ago
  • Twitter
  • Facebook
  • LinkedIn
  • Pinterest
  • Telegram
WhatsApp
Ahmedabad: PM મોદીના નામે ₹8,000 દિવાળી બોનસનો મેસેજ વાયરલ! લિંક પર ક્લિક કરતાં ખાતું થઈ શકે છે ખાલી
ક્રાઇમ

Ahmedabad: PM મોદીના નામે ₹8,000 દિવાળી બોનસનો મેસેજ વાયરલ! લિંક પર ક્લિક કરતાં ખાતું થઈ શકે છે ખાલી

Today | 2 hours ago
  • Twitter
  • Facebook
  • LinkedIn
  • Pinterest
  • Telegram
WhatsApp
સ્વચ્છ સર્વેક્ષણમાં Gujaratનો ડંકો! સુરત, અમદાવાદથી લઈને વડોદરા સુધીનાં શહેરોની નોંધપાત્ર સિદ્ધિ
ગુજરાત

સ્વચ્છ સર્વેક્ષણમાં Gujaratનો ડંકો! સુરત, અમદાવાદથી લઈને વડોદરા સુધીનાં શહેરોની નોંધપાત્ર સિદ્ધિ

Today | 3 hours ago
  • Twitter
  • Facebook
  • LinkedIn
  • Pinterest
  • Telegram
WhatsApp