Gujarat : અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના કોવાયા ગામમાં મોડી રાત્રે એક રહેણાંક મકાનમાં સિંહ ઘૂસવાની ઘટના બની હતી, જેના કારણે પરિવારમાં ફફડાટ ફેલાયો હતો. સિંહ શિકારની શોધમાં જંગલમાંથી ગામમાં પ્રવેશી ગયો હતો.
રાજુલા વનવિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી સિંહને દૂર ખસેડ્યો હતો. આ ઘટનાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વનરાજાના પરીવારે રહેણાંક વિસ્તારમાં ધામા નાખતા લોકોમાં ફફડાટ વ્યાપ્યો છે. આ સાથે જ વનવિભાગની ટીમ પણ આ સિંહ અને તેના પરીવારને સુરક્ષિત સ્થાને ખસેડવા માટે સક્રિય થઈ છે.
ઉલ્લેખીય છે કે, આ વિસ્તારોમાં અવાર-નવાર સિંહ સહિત અનેક વન્ય હિંસક પ્રજાતિ દેખા દેતી હોય છે. તેવા સંજોગોમાં વન વિભાગ દ્વારા સક્રિયતા દાખવી અને લોકોને નુકસાન ન થાય તે મુજબની વ્યવસ્થા કરવાની લાગણી વ્યાપી છે.
આ પણ વાંચો…
- Ahmedabad: અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અપડેટ, દેશની પ્રથમ સ્વદેશી બુલેટ ટ્રેન બનાવવા માટે BEMLને રૂ. 5,400 કરોડથી વધુનો કોન્ટ્રાક્ટ મળ્યો
- Ahmedabad: છેતરપિંડીનો વધુ એક ચોંકાવનારો કિસ્સો, એક ગેંગસ્ટરે પ્રોપર્ટી કાર્ડ બનાવવાના નામે એક વ્યક્તિ પાસેથી 12 લાખની કરી છેતરપિંડી
- Madhya Pradesh: ભયાનક અકસ્માતમાં આઠ લોકોના મોત, જ્યારે યાત્રાળુઓને લઈ જતી એક કાર વરસાદી પાણીમાં તણાઈ ગઈ
- pm modi: પર્યાવરણ સંરક્ષણમાં ભારતની નોંધપાત્ર પહેલ: વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારત વિશ્વને માર્ગ બતાવી રહ્યું છે; હાઇડ્રોજન ટ્રેનોનો ઉલ્લેખ કર્યો
- Rain alert: હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાત સહિત દેશના 12 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર




