ચૂંટણી પરિણામ આવતા પહેલા લોકો માટે નિરાશાજનક સમાચાર આવી રહ્યાં છે. ગઈકાલે અમુલ ડેરી દ્વારા દૂધ સહિત અન્ય પ્રોડક્ટ્સના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. હવે બરોડા ડેરી દ્વારા પણ વધારો ઝીંકાયો છે.

બરોડા ડેરી દ્વારા દૂધના ભાવમાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. બરોડા ડેરીએ પ્રતિ લીટરે બે રૂપિયાનો વધારો કર્યો છે. આ નવો ભાવ વધારો આવતીકાલથી લાગૂ થઈ જશે. દૂધના ભાવમાં અચાનક થયેલા વધારાની અસર સામાન્ય લોકો પર પડવાની છે. મોંઘવારીમાં જીવી રહેલા લોકોને વધુ એક ઝટકો લાગશે.

ઉલ્લેખનીય છે કે, રવિવારે અમુલ ડેરી દ્વારા દરેક પ્રકાના દૂધમાં પ્રતિ લીટરે 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. જેનો અમલ આજથી થઈ ગયો છે. આજથી અમુલ ગોલ્ડ, અમુલ તાઝા અને અમુલ શક્તિના ભાવમાં વધારો થઈ ગયો છે. અમુલ ગોલ્ડનો ભાવ 66 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે.