રાજ્યમાં લોકસભા ચૂંટણીની બેઠકોની મતગણતરી હાથ ધરાશે. ત્યારે અમદાવાદમાં પોલીસે ટ્રાફિક એડવાઇઝરી જાહેર કરી છે. તમે પણ અમદાવાદમાં વાહન લઇને જવાના હોય તો કયા રસ્તાઓ બંધ રહેશે એ જાણવું જરૂરી છે.અમદાવાદમાં મત ગણતરી કેન્દ્રના માર્ગો પર ટ્રાફિક નિયમન માટે વાહનોની અવર જવર પર પ્રતિબંધ અને કેટલાક માર્ગોને ડાયવર્ઝન આપવામાં આવ્યુ છે. પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ છે. જેમાં જણાવવામાં આવ્યુ છે કે કોમર્સ કોલેજ બિલ્ડિગ ગુજરાત કોલેજ કેમ્પસ એલીસબ્રીજ અને નવરંગપુરા એલ.ડી.એન્જીનીયરીંગ કોલેજ ખાતે લોકસભા સામાન્ય ચુંટણીની મતગણતરી થવાની છે.

મતગણતરીને કારણે ઇન્દર રેસીડેન્સીથી ગુજરાત કોલેજ થઇ કવિ નાનાલાલ ઓવરબ્રિજ નીચે સુધીનો માર્ગ વાહનોની અવર -જવર માટે પ્રતિબંધિત રહેશે. આ માટે વૈકલ્પિક માર્ગની વિગત જાહેરનામામાં આપવામાં આવી છે.એલ.ડી.એન્જીનીયરીંગ કોલેજ મુખ્ય ગેટથી દાદા સાહેબના પગલા ચારરસ્તા સુધીનો માર્ગ તમામ પ્રકારના વાહન વ્યવહાર માટે બંધ રહેશે. આ માર્ગ પર જતા વાહન ચાલકો માટે વૈકલ્પિક માર્ગ પરથી પસાર થવું પડશે.