પંચમહાલ જિલ્લાના મોરવાહડફના અગરવાડા ગામ નજીક ઇકો-વી કાર અને એક્ટિવા વચ્ચે થયેલા ભયાનક અકસ્માતમાં સંતરામપુર તાલુકાના ડોલી ગામના ત્રણ યુવાનોના એક્ટિવામાં સવારી કરતા ઘટનાસ્થળે જ મોત થયા હતા.
મોરવાહડફથી સંતરામપુર જતા હાઇવે પર અગરવાડા ગામ નજીક આ અકસ્માત થયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે એક્ટિવા પર સવાર ત્રણેય યુવાનોના ઘટનાસ્થળે જ મોત થયા હતા.
પ્રાથમિક માહિતી અનુસાર, ત્રણેય મૃતકો સંતરામપુર તાલુકાના ડોલી ગામના રહેવાસી હતા. દિવાળીના અવસરે ત્રણ આશાસ્પદ યુવાનોના એક સાથે મૃત્યુથી સમગ્ર ડોલી ગામમાં શોક છવાઈ ગયો છે, જેમાં તેમના પરિવારજનો પણ સામેલ છે. અકસ્માતની માહિતી મળતાં, મોરવાહડફ પોલીસ ઘટનાસ્થળે પહોંચી, મૃતદેહોનો કબજો લીધો અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ત્રણ મૃતકો એક જ પરિવારના સભ્યો છે અને તેમની ઓળખ કલ્પેશ નવલ રજત (ઉંમર 25), ઉમેશ રતન રજત (ઉંમર 23) અને નિર્મલ રમણ રજત (ઉંમર 22) તરીકે થઈ છે.




