Ajit Pawar: મહારાષ્ટ્રના બારામતીમાં બુધવારે સવારે વિમાન દુર્ઘટના બની હતી જેણે સમગ્ર દેશને ચોંકાવી દીધો છે. ૬૬ વર્ષના નાયબ મુખ્યમંત્રી અજિત પવારે આ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો હતો જેનો કારણ વિમાન બારામતીમાં ઉતરવાનું હતું, પરંતુ તે પહેલાં જ ક્રેશ થયું એ છે.
મહારાષ્ટ્રના બારામતીમાં બુધવારે સવારે એક વિમાન દુર્ઘટના બની, જેમાં નાયબ મુખ્યમંત્રી અજિત પવાર સહિત પાંચ લોકોના મોત થયા. વિમાન મુંબઈથી ઉડાન ભરીને બારામતીમાં ઉતરવાનું હતું. અકસ્માત અંગે મહત્વપૂર્ણ વિગતો બહાર આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. પાયલોટ, કેપ્ટન સુમિત કપૂરે સમસ્યા જોયા અને તાત્કાલિક એર ટ્રાફિક કંટ્રોલને જાણ કરી. પાયલટે બીજી વખત વિમાનને લેન્ડિંગ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ વિમાન ક્રેશ થયું.
પાયલોટ સુમિત કપૂરે મેડે કોલ કરીને ઇમરજન્સી લેન્ડિંગ પરવાનગી માંગી. ATC તરફથી પરવાનગી મળ્યા બાદ, પાયલટે ઇમરજન્સી લેન્ડિંગ કર્યું. AAIB હાલમાં આ મામલાની તપાસ કરશે. AAIB તપાસ બાદ વિમાન દુર્ઘટનાનું ચોક્કસ કારણ સ્પષ્ટ થશે. ગયા વર્ષે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ પ્લેન ક્રેશમાં જ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
પાઇલટને રનવે ન દેખાયો હોવાથી બની દુર્ઘટના
આ વિમાન 2010 માં બનાવવામાં આવ્યું હતું. બધા જરૂરી ઉડાન અને ઉડાન યોગ્યતા પ્રમાણપત્રો માન્ય હતા. વિમાનનું તાજેતરમાં નિરીક્ષણ અને સમીક્ષા કરવામાં આવી હતી. કેપ્ટનને 15,000 કલાકથી વધુ ઉડાનનો અનુભવ હતો. સહ-પાઇલટને લગભગ 1,500 કલાકનો અનુભવ હતો.





