Trump: અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને તેમને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે રશિયા યુક્રેનના તાજેતરના ડ્રોન હુમલાનો ચોક્કસ જવાબ આપશે. આ વાતચીત બુધવારે ફોન પર થઈ હતી, જે લગભગ 1 કલાક 15 મિનિટ ચાલી હતી. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ પર પોસ્ટ કરીને આ વાતચીત વિશે માહિતી આપી હતી.