આઠ મહિનાથી pregnant મહિલા અને તેના બે વર્ષના બાળકને છ કલાક સુધી ગેરકાયદે અટકાયતમાં રાખવા બદલ અલ્લાહાબાદ હાઇકોર્ટે ઉત્તર પ્રદેશ પોલીસની ઝાટકણી કાઢી હતી, સાથે જ પીડિતને એક લાખ રૂપિયાનું વળતર આપવા પોલીસને આદેશ આપ્યો હતો અને મહિલાઓના મામલામાં વધુ સતર્ક રહેવા પોલીસ માટે ગાઈડલાઈન જાહેર કરવા સરકારને કહ્યું હતું.

pregnantના અંતિમ સ્ટેજમાં મહિલાને કસ્ટડીમાં કેમ રાખી જ શકો?: ડીજીપી કાર્યવાહી કરે : હાઈકોર્ટ તેણે

મહિલાના પરિવારે આગરા પોલીસ સ્ટેશનમાં દાખલ ફરિયાદમાં દાવો કર્યો હતો કે મહિલા ૨૦૨૧માં એક પરીક્ષા આપવા જઈ રહી હતી ત્યારે તેનું અપહરણ કરી લેવામાં આવ્યું હતું. આ મામલે ફરિયાદ દાખલ થયા બાદ આગળ કોઇ ખાસ કાર્યવાહી નહોતી કરાઈ. જોકે બાદમાં અલ્લાહાબાદ હાઇકોર્ટમાં મહિલાના પતિએ હેબીઅસ કોર્પસ દાખલ કરીને દાવો કર્યો હતો કે મહિલાની ૨૯મી નવેમ્બરના રોજ લખનઉ પોલીસ દ્વારા અટકાયત કરાઈ હતી અને આઠ કલાક સુધી પોલીસ સ્ટેશનમાં રખાઈ હતી. મહિલા આઠ મહિનાથી ગર્ભવતી છે અને તેનું કોઇ જ અપહરણ નહોતુ કરાયું

અરજદાર સાથે લગ્ન કરી લીધા હતા અને લખનઉમાં રહેતી હતી. જે બાદ અલ્લાહાબાદ હાઈકોર્ટે pregnant મહિલા અને તેના બાળકને નિયમોનું પાલન કર્યા વગર અટકાયતમાં રાખવા બદલ ઉધડો લીધો હતો. તાત્કાલીક મહિલાને છોડવામાં આવે અનેતેનેલખનઉ તેના ઘર સુધી મુકવામાં આવે. સાથે જ રાજ્યના પોલીસ વડા આ મામલામાં આરોપી પોલીસ અધિકારી સામે સિસ્ત ભંગના પગલા લે અને ત્રણ મહિનામાં તેનો રિપોર્ટ દાખલ કરે. કોઈ પણ મહિલા કે જે પ્રેગ્નેન્સીના એડવાન્સ સ્ટેજ પર હોય તેને પોલીસની કસ્ટડીમાં રાખી જ ના શકાય. આ મામલે હવે ૧૧મી ડિસેમ્બરના રોજ વધુ સુનાવણી કરાશે.