સુરત, શનિવાર Gujarat ગેસ કંપની દ્વારા આજે મોડી સાંજે સીએનજીના ભાવમાં એક કિલોએ દોઢ રૂપિયાનો વધારો કરતા સુરત શહેરમાં અંદાજિત ૧ લાખથી વધુ રીક્ષા અને ૫૦ હજારથી વધુ સીએનજી કારના માલિકોને વધારે રૂપિયા ખર્ચવા પડશે.આજે મધરાતથી આ ભાવ અમલમાં આવશે.
Gujarat: સુરત શહેરમાં દોડતી ૧ લાખથી વધુ રીક્ષા અને ૫૦ હજારથી વધુ કાર ચાલકોને અસર પડશે
સુરત શહેરમાં હવે સીએનજી રીક્ષઓ મોટા પાયે દોડી રહી છે. તો પેટ્રોલના તોતિંગ ભાવવધારા સામે કારચાલકો અન્ય વિકલ્પ તરીકે સીએનજીનો વપરાશ કરી રહ્યા છે. જો કે કાળક્રમે સીએનજીના ભાવમાં પણ | વધારો થઈ રહ્યો છે. આજદિન સુધી સીએનજીના એક કિલોનો ભાવ ૭૬.૨૬ | રૂપિયા હતો. જો કે ગુજરાત ગેસ કંપની દ્વારા મોડી સાંજે સીએનજીના ભાવમાં વધારો જાહેર કર્યો હતો. અને કિલોદીઠ સીએનજીના ભાવમાં દોઢ રૂપિયા વધારો કરીને ૭૭.૭૬ કર્યો હતો.
આ ભાવ વધારાના કારણે સુરત શહેરમાં દોડતી એક લાખથી વધુ રીક્ષા અને ૫૦ હજારથી વધારે સીએનજી કારના ચાલકોને અસર પડશે. આ દર આજે શનિવારે ૧૨ વાગ્યાથી અમલમાં આવનાર હોવાથી કેટલાક સીએનજી પંપો પર વાહનોની લાઈનો જોવા મળી હતી.