pm Modi: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નેપાળના નવા વડાપ્રધાનને તેમની ચૂંટણી જીત બદલ અભિનંદન આપ્યા. તેમણે X પર લખ્યું, “રાષ્ટ્રીય સ્વતંત્ર પાર્ટી (RSP) ના પ્રમુખ શ્રી રબી લામિછાને અને RSP ના વરિષ્ઠ નેતા શ્રી બાલેન્દ્ર શાહ સાથે સૌહાર્દપૂર્ણ ફોન પર વાતચીત થઈ.”

ભારત સાથે મળીને કામ કરવા માટે પ્રતિબદ્ધ છે

પીએમ મોદીએ લખ્યું, “મેં બંને નેતાઓને તેમની ચૂંટણી જીત અને નેપાળની ચૂંટણીમાં આરએસપીની શાનદાર સફળતા બદલ અભિનંદન આપ્યા. મેં તેમની આવનારી નવી સરકારને મારી શુભકામનાઓ પાઠવી અને બંને દેશોની પરસ્પર સમૃદ્ધિ, પ્રગતિ અને ખુશી માટે તેમની સાથે નજીકથી કામ કરવાની ભારતની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. મને વિશ્વાસ છે કે અમારા સંયુક્ત પ્રયાસો દ્વારા, આવનારા વર્ષોમાં ભારત અને નેપાળ વચ્ચેના સંબંધો નવી ઊંચાઈએ પહોંચશે.”