hormuz: ઈરાની નૌકાદળે જણાવ્યું છે કે મંગળવારે વહેલી સવારે હોરમૂઝની સામુદ્રધુનીમાં બે ઓઈલ ટેન્કરો દરિયાઈ સુરંગો સાથે અથડાવાને કારણે આગની ઝપેટમાં આવી ગયાં હતાં. સરકારી મીડિયામાં ટાંકવામાં આવેલા લશ્કરના એક નિવેદનમાંથી આ માહિતી સામે આવી છે.

મંગળવારે અગાઉ, ઈરાનના લશ્કરી કમાન્ડર-ઈન-ચીફ અમીર હાતામીએ જણાવ્યું હતું કે આ વ્યૂહાત્મક જળમાર્ગ “વધુને વધુ બંધ થતો જશે અને દુશ્મન માટે પરિસ્થિતિ વધુ વિકટ બનતી જશે.”