લોકસભા ચૂંટણીની મતગણતરી શરૂ થઈ જવા પામી છે. જેમાં તિરૂવનંતપુરમમાં શશિ થરૂર પાછળ છે. જ્યારે રાહુલ ગાંધી રાયબરેલીમાં આગળ ચાલી રહ્યા છે. જ્યારે ભાજપનાં મનોહરલાલ ખટ્ટર પાછળ ચાલી રહ્યા છે. અજમેર લોકસભાથી ભાજપના ભગીરથ આગળ. હાલમાં એનડીએ 150ને પાર કરી ગયો છે. 158 સીટો પર આગળ છે. ઈન્ડિયા બ્લોક 91 સીટો પર આગળ છે.કરનાલ બેઠક પરથી ભાજપના ઉમેદવાર મનોહર લાલ ખટ્ટર પાછળ ચાલી રહ્યા છે. શરૂઆતના ટ્રેન્ડમાં એનડીએ 100ને પાર કરી ગયો છે. ઈન્ડિયા બ્લોક 61 સીટો પર આગળ છે. અન્ય 7 બેઠકો પર આગળ.ટ્રેન્ડમાં અમૃતસર સીટ પરથી ભાજપના ઉમેદવાર તરનજીત સંધુ આગળ છે.

તમિલનાડુની તુતીકોરિન સીટ પરથી ડીએમકેની કનિમોઝી આગળ ચાલી રહી છે. ગુનામાં બીજેપીના જ્યોતિરાદિત્ય સિંધિયા આગળ છે. પૂર્વોત્તરમાં પ્રારંભિક વલણો અનુસાર, SKM ઉમેદવાર ઈન્દ્રા હેંગ સુબ્બા સિક્કિમમાં આગળ છે. એનડીએ હાલમાં 122 સીટો પર આગળ છે. ઈન્ડિયા બ્લોક 75 સીટો પર આગળ છે. અન્ય 9 બેઠકો પર આગળ છે.ટ્રેન્ડમાં મોટો પલટો આવ્યો છે. હવે એનડીએ આગેવાની લીધી છે. એનડીએ 45 બેઠકો પર આગળ છે. ઈન્ડિયા બ્લોક 38 સીટો પર આગળ છે. અન્ય 4 બેઠકો પર આગળ.

તમને જણાવી દઈએ કે, લોકસભા ચૂંટણીની સાથે આંધ્ર પ્રદેશ અને ઓડિશા વિધાનસભા ચૂંટણી અને પેટાચૂંટણીના પરિણામો પણ આજે જાહેર થવાના છે. સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. મતગણતરી સ્થળે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.