મધ્યપ્રદેશના છિંદવાડાથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. મધ્યપ્રદેશના છિંદવાડામાં એક વ્યક્તિએ પોતાના જ પરિવારના 8 સભ્યોની કુહાડી વડે હત્યા કરી નાખતા પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ તરફ પરિવારની હત્યા બાદ હત્યારાએ ઝાડ પર ફાંસી લગાવી આપઘાત કરી લીધો હતો. માહિતી મળ્યા બાદ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. આ ઘટના મહુલઝિર પોલીસ સ્ટેશન વિસ્તારના બોડલ કછાર ગામની જણાવવામાં આવી રહી છે.

SP મનીષ ખત્રીએ પરિવારના 8 લોકોના મોતની પુષ્ટિ કરી છે. SPએ જણાવ્યું હતું કે, હત્યારો પરિવારનો સભ્ય હતો અને માનસિક રીતે બીમાર હતો. ગઈકાલે રાત્રે તેણે ભાઈ, ભાભી, પત્ની અને નાના બાળક સહિત તેના પરિવારના 8 લોકોની હત્યા કરી હતી. જે બાદ તેણે ગામથી 100 મીટર દૂર નાળા પાસે ઝાડ પર લટકીને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનામાં એક બાળક ઘાયલ થયો છે. મ્હાતવનું છે કે, હત્યાનું કારણ જાણી શકાયું નથી.

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર આદિવાસી પરિવારના યુવકે તેના માતા-પિતા, પત્ની, બાળક અને ભાઈ સહિત પરિવારના 8 લોકોની કુહાડી વડે હત્યા કરી હતી અને હત્યા બાદ તેને પોતે પણ જીવન ટૂંકાવી દીધું હતું. વિગતો મુજબ આ ઘટના રાત્રે 2-3 વાગ્યાની હોવાનું કહેવાય છે મહુલઝિર પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. આ તરફ હવે પોલીસે આખા ગામને સીલ કરી દીધું છે. છિંદવાડાના પોલીસ અધિક્ષક ઘટનાસ્થળે રવાના થયા.

મધ્યપ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ જીતુ પટવારીએ X પર લખ્યું, ‘મધ્યપ્રદેશ જંગલરાજની ટોચને પાર કરી ચૂક્યું છે. ગરીબી, બેરોજગારી અને આર્થિક તંગીના કારણે મોટી સંખ્યામાં પરિવારો તણાવમાં અને ડિપ્રેશનમાં ધકેલાઈ જાય છે. મોંઘવારીએ ગ્રામીણ વિસ્તારોને સૌથી વધુ અસર કરી છે.