રાજકોટના ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં 27 જેટલા વ્યક્તિઓના મૃત્યુ થયા હોવાની ઘટના સામે આવી છે. જે પૈકી અત્યાર સુધીમાં 25 જેટલા મૃતદેહોને તેમના પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા છે. આગમાં મૃતદેહો એટલી હદે બળી ગયા હતા કે ડીએનએ ટેસ્ટથી ઓળખ કરવી પડી હતી.આ ઘટનામાં ગેમઝોનના માલિક પ્રકાશ જૈનનો પણ સમાવેશ થાય છે.

મૃતકોની યાદી

૧) સત્યપાલસિંહ છત્રપાલસિંહ જાડેજા, રહે. રાજકોટ

૨)સ્મિત મનીષભાઈ વાળા, રહે. રાજકોટ

૩)સુનિલભાઈ હસમુખભાઈ સિદ્ધપુરા, રહે. રાજકોટ

૪) જીગ્નેશ કાળુભાઇ ગઢવી, રહે. રાજકોટ

૫) ઓમદેવસિંહ ગજેન્દ્રસિંહ ગોહિલ, રહે. ભાવનગર

૬) વિશ્વરાજસિંહ જશુભા જાડેજા, રહે. રાજકોટ

૭) આશાબેન ચંદુભાઈ કાથડ, રહે. રાજકોટ

૮) સુરપાલસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા, રહે. જામનગર

૯) નમ્રજીતસિંહ જયપાલસિંહ જાડેજા, રહે. જામનગર

૧૦) જયંત અનીલભાઈ ઘોરેચા, રહે. રાજકોટ

૧૧) હિમાંશુભાઈ દયાળજીભાઈ પરમાર, રહે. રાજકોટ

૧૨) ધર્મરાજસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા, રહે.રાજકોટ

૧૩) વિરેન્દ્રસિંહ નિર્મળ સિંહ જાડેજા, રહે. રાજકોટ

૧૪) દેવશ્રીબા હિતેન્દ્રસિંહ જાડેજા, રહે. સુરેન્દ્રનગર

૧૫) રાજભા પ્રદીપસિંહ ચૌહાણ , રહે. રાજકોટ

૧૬) શત્રુઘ્નસિંહ શક્તિસિંહ ચુડાસમા, રહે.ગોંડલ

૧૭) નીરવભાઈ રસિકભાઈ વેકરીયા, રહે. રાજકોટ

૧૮) વિવેક અશોકભાઈ દુસારા, રહે. વેરાવળ

૧૯) ખુશાલી અશોકભાઈ મોડાસિયા, રહે. વેરાવળ

૨૦) ખ્યાતીબેન રતિલાલભાઈ સાવલિયા, રહે. રાજકોટ

૨૧) હરિતાબેન રતિલલભાઈ સાવલિયા, રહે. રાજકોટ

૨૨) ટિશા અશોકભાઈ મોડાસિયા, રહે. રાજકોટ

૨૩) કલ્પેશ પ્રવીણભાઈ બગડા, રહે. રાજકોટ

૨૪) મિતેષભાઈ બાબુભાઈ જાદવ, રહે. રાજકોટ

૨૫) પ્રકાશ કનૈયાલાલ હિરણ, રહે. રાજકોટ.

ગેમઝોન અગ્નિકાંડમાં આરોપી પ્રકાશ જૈનનું મોત થયું છે. પ્રકાશ હિરણ જૈનના DNA મેચ થયા છે. દુર્ઘટના સમયે પ્રકાશ જૈન પણ ગેમઝોનમાં હાજર હતો. પ્રકાશ જૈનના ભાઈએ પોલીસમાં અરજી કરી હતી. ગેમઝોનમાં સૌથી વધુ રોકાણ પ્રકાશ જૈનનું હતું.

તમને જણાવી દઈએ કે, આ ઘટનાનાં દિવસથી રાજકોટ મહાનગરપાલિકાનું ફાયર વિભાગ એક જ વાત કહી રહ્યું છે કે, ટીઆરપી ગેમ ઝોન દ્વારા અમારી પાસેથી કોઈપણ પ્રકારની મંજૂરી મેળવવામાં નથી આવી. મંજૂરી મેળવવા બાબતે અમારા વિભાગમાં અરજી કરવામાં નથી આવી. પરંતુ રાજકોટ પોલીસ કમિશનર કચેરી ખાતેથી જે બુકિંગ લાયસન્સ આપવામાં આવ્યું હતું. તેની કોપી ચીફ ફાયર ઓફિસર રાજકોટ મહાનગરપાલિકા તેમજ રાજકોટ શહેર માર્ગ મકાન વિભાગ કાર્યપાલક ઇજનેરને મોકલવામાં આવી હતી.