Vadodara : હરણી વિસ્તારમાં આવેલી મોટા ભાગની સોસાયટી – ફ્લેટમાં ગતમોડી રાત્રે 12 વાગ્યાની આસપાસ લાઇટો ગુલ થઇ ગઇ હતી. સામાન્ય રીતે વરસાદ કે વાવાઝોડા સમયે વિજળી ગુલ થતી હોય છે. પરંતુ ગઇ કાલે એવું કશું થયું ન્હતું, છતાં વિજળી ગુલ થતા વહેલી સવાર સુધીમાં લોકો ગરમીમાં શેકાયા હતા.
આ તકે વિજ કચેરીએ પહોંચેલા સ્થાનિકોના હાથે અધિકારી લાગતા તેનો બરાબરનો ઉધડો લઇ નાંખ્યો હતો. સ્થાનિકોની ઉગ્ર દલીલો સામે અધિકારીએ શાંત સ્વરે જણાવ્યું કે, તમારી આ સમસ્યાનો કાયમી ઉકેલ આવી જશે. નવી લાઇન નાંખવામાં આવશે. સુત્રોએ ઉમેર્યું કે, 12 વાગ્યાથી લાઇટો ગુલ થયા બાદ વહેલી સવારે પાંચ વાગ્યા સુધી વિજ પુરવઠાના કોઇ ઠેકાણા ન્હતા. આ અંગેનો વીડિયો સોશિયલ મીડિયા મારફતે સપાટી પર આવ્યો છે.
હમણાં ચાર્જ સંભાળ્યો છે
વડોદરામાં સામાન્ય રીતે વરસાદ કે વાવાઝોડા સમયે વિજળી ગુલ થવાની ઘટનાઓ બનતી હોય છે. જો કે, તે બાદ થોડાક કલાકોમાં વિજળી પરત આવી જતી હોય છે. પરંતુ ગતરોજ વરસાદ કે વાવાઝોડા જેવું કંઇ ના હોવા છતાં શહેરના હરણી વિસ્તારમાં વિજળી ગુલ થઇ હતી. હરણીની મોટા ભાગની સોસાયટીમાં રાત્રે 12 વાગ્યે અચાનક વિજળી ગુલ થઇ ગઇ હતી. કલાકો વિત્યા છતાં વિજળી પરત નહીં આવતા સ્થાનિકો એકત્ર થઇને વિજ કચેરીએ પહોંચ્યા હતા. વિજ કચેરીએ સ્થાનિકોનો ભેટો અધિકારીને થતા તેમણે પહેલા જ કહી દીધું કે, હમણાં ચાર્જ સંભાળ્યો છે.
હરણી વિસ્તારની દશા બેઠી છે
બાદમાં આક્રોશિત સ્થાનિકોએ પોતાની વાત મુકતા કહ્યું કે, તમે ચાર્જમાં આવ્યા છો, તો આ હરણી વિસ્તારનું જોજો, અને સમસ્યાનું નિવારણ લાવજો. તમારે જે કરવું હોય તે કરો અમને હેરાન ના કરો. હવે આ કાયમની સમસ્યા થઇ ગઇ છે. હરણી વિસ્તારની દશા બેઠી છે, સહેજ પવન આવે કે બે ઝાપટા પડે તરત જ લાઇટો જતી રહે છે, અધિકારીઓ શું કરી રહ્યા છે..!
નવી લાઇન નાંખવામાં આવશે
બીજી તરફ સ્થાનિકોના આક્રોષ ઠાલવ્યા બાદ અધિકારીઓ કહ્યું કે, મેં હમણાં ચાર્જ સંભાળ્યો છે. તમારી આ સમસ્યાનો કાયમી ઉકેલ આવી જશે. નવી લાઇન નાંખવામાં આવશે, આ અંગે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવનાર છે. જો કે, સ્થાનિકો દ્વારા ટેન્ડર પ્રક્રિયા બાદ સમયસર કામગીરી પૂર્ણ થવા અંગે અવિશ્વાસ દર્શાવ્યો હતો.
આ પણ વાંચો..
- Kirti Patel: સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલ પર 2 કરોડ રૂપિયાની ખંડણીનો આરોપ
- Kedarnath Yatra: ભારે ભૂસ્ખલન, પાંચ કામદારો ફસાયા, ખાડામાં પડી જવાથી બેના મોત
- Ahmedabad plane crashમાં એકમાત્ર બચેલો વિશ્વાસ ભાઈની અર્થીને કાંધ આપતાં થયો ભાવુક
- FASTag Annual pass : 3,000 રૂપિયામાં 200 હાઇવે ટ્રિપ લો, હાઇવે મંત્રાલયે કરી જાહેરાત
- Ahmedabad plane crash: અત્યાર સુધીમાં કુલ-163 મૃતકોના DNA સેમ્પલ મેચ થયા, જેમાંથી 124 મૃતદેહ પરિવારજનોને સોંપાયા