Vadodara : શહેરમાં વધુ એક સસ્તા અનાજની દુકાન સંચાલકનું અનાજ બારોબાર સગેવગેકરવાનું કૌભાંડ બહાર આવવા પામ્યું છે.સમા વિસ્તારમાં આવેલી રાજેશ કપૂરચંદ્ર અગ્રવાલની દુકાનમાં કૌભાંડ સામે આવવા પામ્યું છે. સસ્તા અનાજી દુકાન સંચાલક રાજેશ કપૂરચંદ્ર અગ્રવાલની દુકાન કમલેશ ખટિક ચલાવે છે.
મેસેજ જૂન મહીનાનો એડવાન્સ માલ આવશે તેનો મેસેજ : કમલેશ ખટક-દુકાનદાર
દુકાનદાર કમલેશ ખટકે જણાવ્યું હતું કે, જે લોકોના KYC નહીં હોય તે લોકોને અનાજ નહીં મળે. અનાજ લેવા આવેલ ગ્રાહકોમાં બે જણના કેવાયસી તો બે જણનું તેમને કીધું છે. તેમજ જૂન મહિનાનું એડવાન્સ છે. માલ આવે ત્યારે માલ છે નહીં તો કેવી રીતે આપીએ.
ગ્રાહકને આવેલ મેસજ બાબતે પૂછતા દુકાનદારે જણાવ્યું હતું કે, એ મેસેજ જૂન મહીનાનો એડવાન્સ માલ આવશે તેનો મેસેજ છે. આ મહિને આવશે. એક મેસેજ જે તેઓ માલ લઈ ગયા છે. તેનો છે. અને બીજો મેસેજ જૂન મહિનાનો એડવાન્સનો છે. જૂન મહિનાનો માલ આવશે ત્યારે તેમને આપીશું.
ગરીબ ગ્રાહકો સાથે ઓપરેટર કમલેશ ખટીકની દાદાગીરી
ગ્રાહક સુમિત્રાબેન અગ્રવાલે જણાવ્યું હતું કે, સસ્તા અનાજની દુકાને અનાજ લેવા આવતા ગરીબ ગ્રાહકો સાથે ઓપરેટર કમલેશ ખટીક દ્વારા ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરવામાં આવતું હોવાનું પણ સામે આવવા પામ્યું છે. કમલેશ ખટીક દ્વારા ગ્રાહકોને અનાજ તમારે અમારી દુકાનથી લેવું હોય તો લો, નહીં તો અહીંથી નામ કરી કરાવી દો. વડોદરા શહેરમાં 500 સસ્તા અનાજની દુકાનો આવેલી છે.
પરિવારના તમામ સભ્યો e-Kyc નથી. જેથી અનાજ ના આપ્યું. તેમજ ગ્રાહકના રેશનકાર્ડમાં બે સભ્યોનું kyc હોવા છતાં અનાજ આપવામાં આવ્યું નથી. ગ્રાહકનો અંગૂઠો લીધા બાદ ઘરે જઈ ગ્રાહકને અનાજ મળ્યાનો મેસેજ મળ્યો હતો. સંચાલક દર વખતે મેસેજ મુજબ પુરતુ અનાજ પણ આપતા નથી. સંચાલક દ્વારા ગ્રાહકોને સ્લીપ પણ આપવામાં આવતી નથી.
દુકાનદાર સામે કાયદેસરની કાર્યવાહી કરાશે: હીનાબેન પરમાર
સમગ્ર મામલ પુરવઠા વિભાગના ઝોનલ અધિકારી હીનાબેન પરમારે નિવેદન આપ્યું હતું કે, સસ્તા અનાજની દુકાનદાર દ્વારા બારોબાર અનાજ સગેવગે કરવાનો આરોપ છે. દુકાનદાર જૂનનો એડવાન્સમાં અંગૂઠો ના લઈ શકે. દુકાનદાર સામે કાયદેસરની કાર્યવાહી કરાશે. તેમજ દુકાનના સ્ટોકની પણ તપાસ કરાશે. ભૂલ હશે તો દુકાન પણ સીઝ કરવામાં આવશે.
આ પણ વાંચો..
- Sanjay kapoor: કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરનું અવસાન, પોલો રમતી વખતે હાર્ટ એટેક આવતાં મોત
- Vikrant messy: અમદાવાદ અકસ્માતથી ભાંગી પડેલા વિક્રાંત મેસી, વિમાન દુર્ઘટનામાં નજીકના વ્યક્તિનું મોત, AI 171 ના સહ-પાયલોટ હતા
- Ahmedabad plane crash: અમદાવાદમાં ક્રેશ થયેલા વિમાનમાં દિલ્હીથી આવેલા આ યુવકે ટેકનિકલ સમસ્યાઓની ફરિયાદ કરી હતી
- Ahmedabad plane crash: અકસ્માતમાં બચાવની કોઈ શક્યતા નહોતી, મૃત્યુઆંક ડીએનએ ટેસ્ટ પછી આવશે: અમિત શાહ
- Plane crash: ૧.૪ કરોડ રૂપિયા અને વીમો અલગથી… વિમાન દુર્ઘટના પછી પરિવારના સભ્યોને કેટલું વળતર મળે છે?