Rajkotથી કૌશલસિંઘ સોલંકીનો રીપોર્ટ
Rajkot : જેતપુર ડાંઇગ એન્ડ પ્રિન્ટીંગ એશોસીએશનની ઓફીસ, ખાતે જીલ્લા પોલીસ વડા હિમકરસિંહની અધ્યક્ષતામાં તાલુકા ડી.વાય.એસ.પી. રોહિત ડોડીયાના માર્ગદર્શન હેઠળ સીટી પીઆઈ પરમાર દ્વારા તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત કુલ 65,53,000/- ની કિંમતનો મુદામાલ અરજદાર/ફરિયાદી ને પરત અપાવવામાં પોલીસે મદદ કરી છે.
સદરહુ કાર્યક્રમમાં જેતપુર શહેરના વેપારીઓ-નાગરીકોના માલસામાનની ચોરી-લુંટના બનાવ બાદ પોલીસ વિભાગ દ્વારા ખુબ જ ચપળતાથી ગુનાનો ભેદ ઉકેલીને માનવતાવાદી અભિગમ અપનાવી તમામ વ્યક્તિઓને ચોરી-લુંટ થયેલી ચીજવસ્તુઓ પરત અર્પણ કરેલ હતી.
જીલ્લા એસ.પી. હિમકરસિંહ કાર્યક્રમમાં હાજર રહેલા સર્વે કારખાનેદાર-વેપારીઓને જણાવ્યુ હતું કે પોલીસ હંમેશા નાગરીકોની સેવા કરવા તત્પર હોય છે. અને દરેક નાગરીકોએ કોઈપણ જાતનો ડર રાખ્યા વગર ગુનેગારોની સામે ફરીયાદ કરવી જોઈએ. અને પોલીસ દ્વારા કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાત્રી આપી છે.
આ પણ વાંચો..
- હું નારાજ હતો: Donald trumpએ ઇઝરાયલી પીએમ નેતન્યાહૂને ગાળ આપવાની વાત સ્વીકારી
- રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના વધુ પડતા ઉપયોગથી જમીન, પાણી અને ખોરાક ઝેરીલા બની રહ્યા છે – Governor Acharya Devvrat
- Gujarat: બિંદણી, તું ફક્ત ભણ…’ સસરાના શબ્દોએ બદલ્યું જીવન, વહુને પહોંચાડી ન્યાયાધીશની ખુરશી સુધી
- નકલી દસ્તાવેજો બનાવી શહેરમાં જમાવ્યું ઠેકાણું, Ahmedabadમાં 166 બાંગ્લાદેશીઓની થઇ અટકાયત
- Patanમાં એર કન્ડીશનર ફાટતાં ભીષણ આગ, મહિલા પોલીસ કર્મીનું કરુણ મોત




