Gujarat : વાપીના છીરી ખાતે રહેતી 14 વર્ષની સગીરાએ ઘરમાં જ ફાંસો ખાઇ લેતા ડુંગરા પોલીસને જાણ કરાઇ હતી. આપઘાત પાછળનું કારણ જાણવા પોલીસે પીએમ સહિતની કાર્યવાહી હાથ ધરી તેના પરિજનો અને મિત્ર વર્તુળમાં પૂછપરછ હાથ ધરી છે.
વાપીના છીરી ખાતે વડિયાવાડમાં રહેતી 14 વર્ષની સગીરા એક શાળામાં અભ્યાસ કરતી હતી અને વેકેશનમાં ટ્યુશને જતી હતી. બુધવારે ચાલીના રૂમમાં તે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા ડુંગરા પોલીસને બનાવની જાણ કરાઇ હતી.
પોલીસે સ્થળ પર પહોંચી લાશનો કબજો મેળવી પીએમ માટે મોકલી સગીરાએ કયા કારણસર ફાંસો ખાધો તેની તપાસ હાથ ધરી છે. હાલ તેના પરિજનો અને મિત્ર વર્તુળના તમામ લોકોની પૂછપરછ હાથ ધરાઇ છે. સગીરા પરપ્રાંતિય હોય તેના વતનમાં રહેતા લોકોની પણ પૂછપરછ કરાઈ રહી છે.
સમાજને ઝંઝોળી નાખતી આ ઘટના પાછળનાં કારણો જાણવા પોલીસ જે રીતે તપાસમાં લાગી છે, એ ખૂબ મહત્વપૂર્ણ છે. તેમણે સગીરાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે. જેમાં મહત્વની બાબતો સામે આવી શકે છે, તો પોલીસે સગીરા સાથે સંકલાયેલા લોકોની પણ પૂછપરછ કરી રહી છે.
આ પણ વાંચો..
- માતાએ ઠપકો આપતા 11 વર્ષનો છોકરો લખનૌથી સાયકલ પર ભાગી ગયો, ત્રણ દિવસ પછી Ahmedabadમાં મળી આવ્યો
- નવા ભાજપ પ્રમુખની જાહેરાતથી ચોંકી ગયા Gujaratના નેતા; જાણો મોદી અને શાહ સિવાય કોઈ હતી ખબર?
- Gujaratના નવા DGP કોણ બનશે? શું KLN રાવ કે ‘એક્શન મેન’ GS મલિક સંભાળશે ચાર્જ?
- Gujaratમાં ગેરકાયદેસર સંબંધો માટે પતિ બન્યો રાક્ષસ, પત્નીનું ગળું કાપીને તેના મૃતદેહને કૂવામાં ફેંકી દીધો
- દારૂ પીનારાઓનું મુંડન, Gujaratના આ ગામમાં પંચાયતે લાગુ કર્યો નવો હુકમ





