Ahmedabad : થોડા સમય પહેલા ઉત્તરપ્રદેશમાં મહાકુંભ યોજાયો હતો, જે કુંભનાં મેળામાં સ્નાન કરવા માટે દેશભરમાં કરોડો શ્રધ્ધાળુઓ પહોંચ્યા હતા, તે કુંભના મેળામાં ભારતીય સિવાય વિદેશનાં પણ અનેક નાગરિકો પહોંચ્યા હતા, તેવામાં આવા જ એક વિદેશી નાગરિકને અમદાવાદનાં એરપોર્ટ પરથી પકડવામાં આવ્યો છે.
રોમાનીયા દેશનો આ નાગરિક ભારતમાં કુંભનાં મેળામાં આવ્યો અને પરત જવાની સમયમર્યાદામાં પરત ન જઈ શક્યો, જેથી તેણે પોતાનાં દેશમાં પરત ફરવા માટે પોતાની સામાન્ય બુદ્ધીનો ઉપયોગ કર્યો અને વિઝામાં ચેડા કર્યા અને પકડાઈ ગયો.
અમદાવાદ શહેર એસઓજીએ ડ્રેગોમીર મિહાઈ ગાડ્રીએલ નામનાં રોમાનિયા દેશના નાગરીકની ધરપકડ કરી છે, પોતાનાં વિઝામાં ચેડા કરવાનાં ગુનામાં તેની ધરપકડ કરવામાં આવી છે, અમદાવાદ એરપોર્ટ પરથી ઈમિગ્રેશન વિભાગે તેને પકડી પાડ્યો છે.
મંગળવારે રાતનાં સમયે ઈમિગ્રેશન અધિકારી મુસાફરોનાં પાસપોર્ટ અને વિઝા ચેક કરી રહ્યા હતા, જે દરમિયાન આ શખ્સ ત્યાં પહોંચતા ઈમિગ્રેશન અધિકારીએ સિસ્ટમમાં તેનાં વિઝા અંગે ચેક કરતા તેનાં વિઝા 19મી મેનાં રોજ પૂર્ણ થઈ ગયા હતા,
જોકે તે જે કાગળ લઈને આવ્યો હતો તેમાં 19મી મેનાં બદલે 29મી મે તેનાં વિઝા પૂર્ણ થવાની છેલ્લી તારીખ હોવાનું જોવા મળતા તેની તપાસ કરતા તેણે વિઝામાં ચેડા કર્યા હોવાનું જણાતા આ મામલે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી તપાસ એસઓજીનો સોંપી હતી.
આ મામલે એસઓજીએ આ શખ્સની પુછપરછ કરતા સામે આવ્યું તેણે ભારતમાં ફરવા માટે 5 વર્ષનાં વિઝા મેળવ્યા હતા, પરંતુ નિયમ મુજબ તેને 90 દિવસ ભારતમાં રોકાયા બાદ રોમાનિયા પરત ફરવાનું હોય છે અને બાદમાં તે ત્યાં જઈ પરત ભારતમાં આવી શકે છે. થોડા સમય પહેલા ભારતનાં ઉત્તરપ્રદેશમાં યોજાયેલા મહાકુંભમાં ફરવા માટે આ શખ્સ ભારત આવ્યો હતો અને બાદમાં ગોવા,
ઉત્તરાખંડ સહિતનાં અલગ અલગ સ્થળોએ ફર્યો હતો. જોકે તેના વિઝા પૂર્ણ થઈ જતા તેણે વિઝા એક્સટેન્ડ માટે મનોજ જોશી નામનાં દિલ્હીનાં એક શખ્સનો સંપર્ક કર્યો હતો, જેણે આ શખ્સને 19મી મે સુધીનાં વિઝા કરી આપ્યા હતા, પરંતુ તેને આ વિઝા સમયસર ન મળતા તે પરત જવાનું ચુકી ગયો હતો, જેથી તેણે વિઝા પૂર્ણ થવાની તારીખમાં પોતાનાં ફોનમાં ફેરફાર કરી નાખ્યો હતો.
પકડાયેલા શખ્સની તપાસમાં એ પણ સામે આવ્યું કે તે રોમાનિયામાં ડિલિવરી બોય તરીકે નોકરી કરે છે, અગાઉ પણ ભારતમા આવી ચુક્યો છે, તેવામાં આ શખ્સ અત્યાર સુધીમાં ભારતમાં કઈ કઈ જગ્યાએ ફર્યો અને તેનો ઉદ્દેશ્ય માત્ર ફરવાનો હતો કે અન્ય કોઈ તેને લઈને તપાસ શરૂ કરવામાં આવી છે. જેથી તેની તપાસમાં કેવા ખુલાસા થાય છે તે તો આવનાર સમય જ બતાવશે.
આ પણ વાંચો..
- Sanjay kapoor: કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરનું અવસાન, પોલો રમતી વખતે હાર્ટ એટેક આવતાં મોત
- Vikrant messy: અમદાવાદ અકસ્માતથી ભાંગી પડેલા વિક્રાંત મેસી, વિમાન દુર્ઘટનામાં નજીકના વ્યક્તિનું મોત, AI 171 ના સહ-પાયલોટ હતા
- Ahmedabad plane crash: અમદાવાદમાં ક્રેશ થયેલા વિમાનમાં દિલ્હીથી આવેલા આ યુવકે ટેકનિકલ સમસ્યાઓની ફરિયાદ કરી હતી
- Ahmedabad plane crash: અકસ્માતમાં બચાવની કોઈ શક્યતા નહોતી, મૃત્યુઆંક ડીએનએ ટેસ્ટ પછી આવશે: અમિત શાહ
- Plane crash: ૧.૪ કરોડ રૂપિયા અને વીમો અલગથી… વિમાન દુર્ઘટના પછી પરિવારના સભ્યોને કેટલું વળતર મળે છે?