Rajkot : પહલગામ પર આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલાના જવાબમાં ભારતીય સૈનિકો દ્વારા આપેલા જડબાતોડ જવાબ અને વિરતાના ભાગરૃપે ધોરાજીના મુખ્યમાર્ગો પર તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી.જેમાં કેન્દ્રીય મંત્રી, ધારાસભ્ય સહિતના રાજકીય તેમજ સામાજીક આગેવાનો, શૈક્ષણિક સંસ્થાઓ દરેક જ્ઞાાતિના આગેવાનો, શહેરીજનો તેમજ પૂર્વસૈનિકો અને લોકો પણ જોડાયા હતા.

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલ આતંકી હુમલાની ઘટના બાદ ભારત દ્વારા પાકિસ્તાનમાં રહેલ આતંકી અડ્ડાને ભારતીય સૈન્ય દ્વારા એર સ્ટ્રાઈક કરી નાશ કરી દેવામાં આવ્યા હતા. ભારતીય સેનાએ હાથ ધરેલા ઓપરેશન સિંદૂરની સફળતાની ઉજવણી તેમજ સેનાના સોર્ય પ્રદર્શનની શૂરવીરતા અને દેશના સ્વાભિમાનના સન્માનમાં રાજ્યના વિવિધ શહેરોમાં તિરંગા યાત્રા યોજવામાં આવી રહી છે. ત્યારે ધોરાજી શહેરના નગરજનોએ રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કરવા એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.

‘ભારત માતા કી જય’ના નારા લાગ્યા
આ તિરંગા યાત્રામાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, ધોરાજી ઉપલેટા ના ધારાસભ્ય મહેન્દ્ર પાડલીયા સહિત અનેક રાજકીય આગેવાનો તેમજ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.. જેમાં ધોરાજીના સરદાર ચોક, કાંતિ પાન ચોક, સ્વાતિ ચોક, અવેડા ચોક, ગેલેક્સી ચોક ખાતે સમાપન થયું હતું તિરંગા યાત્રા દરમ્યાન નાગરિકોએ હાથમાં તિરંગા અને પોસ્ટર સાથે વંદે માતરમ અને ભારત માતા કી જય ના નારા લગાવ્યા હતા. યાત્રામાં જોડાયેલા નાગરિકોએ દેશભક્તિની ભાવના સાથે ભારતીય સેનાના પરાક્રમને બિરદાવ્યું હતું.
આ પણ વાંચો..
- salman khan: સલમાન વિદ્યાર્થીઓને ઘરે પાછા ફરવાની અપીલ કરે છે; સોનમ વાંગચુકને પૂછે છે, “શું હું ઘરે બનાવેલો ખોરાક મોકલીશ?”
- vijay: ત્રિશા કૃષ્ણન થલાપતિ વિજયની ‘જન નાયકન’ જોવા માટે પહોંચી; ફર્સ્ટ-ડે-ફર્સ્ટ-શો જોવા માટે પહોંચી
- aviation: ઉડ્ડયન ક્ષેત્રમાં પરિવર્તનનો પવન: નવી એરલાઇન્સ માટે પ્રવેશ સરળ બનવા જઈ રહ્યો છે; અહીં શું બદલાઈ શકે છે તે છે
- Rahul gandhi: રાહુલનો દાવો: ૧૦ વર્ષમાં ૧૫૨ પેપર લીક, છતાં એક પણ દોષિત ઠર્યો નથી; શું કોઈ કાનૂની છટકબારી છે?
- ramayan: રણબીર કપૂરની ‘રામાયણ’નું ટ્રેલર અમેરિકામાં કેમ લોન્ચ થઈ રહ્યું છે? સાન ડિએગો કોમિક-કોનના મુખ્ય મુદ્દાઓ




