Rajkot : ધોરાજીના ઉપલેટા રોડ તરફ જવાના રસ્તે ખેતરમાં મહાકાય મગર ચડી આવી હતી. ધોરાજીનાં રસીકભાઈ વાગડીયાની વાડી જુના ઉપલેટા રોડ પર ભાદર નદીના પુલ નજીકના ખેતરમાં આ મહાકાય મગર દેખાઈ હતી આ અંગેની જાણ થતાં જ ધોરાજીનાં ફોરેસ્ટ વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ભારે મહેનત બાદ મગરનું રેસ્ક્યુ કર્યું હતું.
આ મહાકાય મગર દેખાતા જ સ્થાનિકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. દેખાતા જ ફોરેસ્ટ વિભાગની ટીમે ઘણી મહેનત બાદ મગરનું રેસ્ક્યુ કર્યું હતું. આ મગર અંદાજે 8થી 10 ફુટ અને 100 થી વધુ વજન ધરાવતી હતી અને આ મગરનું રેસ્ક્યુ કરીને તેને યોગ્ય સ્થળે મુકવામાં આવી છે.
મહાકાય મગરનું દોરડાથી બાંધીને રેસ્કયું કરાયું હતું. ધોરાજીનાં ખેતરમાં મહાકાય મગર જોતા જ લોકોના રૂંવાટા ઉભા થઈ ગયા હતા અને લોકોએ આ મગરને તેની સુરક્ષિત જગ્યાએ ખસેડવા માટે ફોરેસ્ટ વિભાગની ટીમના આરએફઓ નિહારિકાબેન પંડ્યા, સબનમબેન બ્લોચ, નરેશભાઈ. રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું
આ પણ વાંચો..
- Horoscope: આજે આ 4 રાશિઓને થશે ફાયદો, જાણો મેષથી મીનનું રાશિફળ
- TATA: નોએલ ટાટાના પત્ર બાદ ટાટા સન્સની મહત્વપૂર્ણ બોર્ડ બેઠક મુલતવી; લિસ્ટિંગ અને IPO યોજનાઓ અંગે હવે ૩૦ નવેમ્બરે લેવાઈ શકે છે મોટો નિર્ણય
- Ramayan: રણબીર કપૂરની ‘રામાયણ’ને અમેરિકાના ૭૦૦થી વધુ સિનેમાઘરોમાંથી કેમ હટાવી દેવામાં આવી?
- china: ચીન તરફથી ભારતને એક મહત્વપૂર્ણ સંકેત: ભારતીય વેપારીઓ માટે વિઝા પ્રક્રિયા સરળ બનાવવા તૈયાર; શું સંબંધો સુધરશે?
- Kartik purnima: ઓડિશામાં કાર્તિક પૂર્ણિમાના દિવસે નાની હોડીઓ કેમ તરતી મૂકવામાં આવે છે? ‘બોઈતા વંદના’ (Boita Bandana) ની અનોખી પરંપરા વિશે જાણો




