Rajkot : ધોરાજીના ઉપલેટા રોડ તરફ જવાના રસ્તે ખેતરમાં મહાકાય મગર ચડી આવી હતી. ધોરાજીનાં રસીકભાઈ વાગડીયાની વાડી જુના ઉપલેટા રોડ પર ભાદર નદીના પુલ નજીકના ખેતરમાં આ મહાકાય મગર દેખાઈ હતી આ અંગેની જાણ થતાં જ ધોરાજીનાં ફોરેસ્ટ વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ભારે મહેનત બાદ મગરનું રેસ્ક્યુ કર્યું હતું.
આ મહાકાય મગર દેખાતા જ સ્થાનિકોમાં ફફડાટ જોવા મળ્યો હતો. દેખાતા જ ફોરેસ્ટ વિભાગની ટીમે ઘણી મહેનત બાદ મગરનું રેસ્ક્યુ કર્યું હતું. આ મગર અંદાજે 8થી 10 ફુટ અને 100 થી વધુ વજન ધરાવતી હતી અને આ મગરનું રેસ્ક્યુ કરીને તેને યોગ્ય સ્થળે મુકવામાં આવી છે.
મહાકાય મગરનું દોરડાથી બાંધીને રેસ્કયું કરાયું હતું. ધોરાજીનાં ખેતરમાં મહાકાય મગર જોતા જ લોકોના રૂંવાટા ઉભા થઈ ગયા હતા અને લોકોએ આ મગરને તેની સુરક્ષિત જગ્યાએ ખસેડવા માટે ફોરેસ્ટ વિભાગની ટીમના આરએફઓ નિહારિકાબેન પંડ્યા, સબનમબેન બ્લોચ, નરેશભાઈ. રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું
આ પણ વાંચો..
- Rajkot: 1 કરોડના સોનાની ચોરી, બંગાળી કારીગર ફરાર, ત્રણ મહિના બાદ ફરિયાદ નોંધાઈ
- Rajkot: ગોંડલ માર્કેટયાર્ડમાં નવી મગફળીની અઢળક આવક, ભાવમાં તેજીની આશા
- Gold price: સોનાના ભાવ આસમાને પહોંચ્યા, ભાવ 1.10 લાખથી વધુ
- Surat: યુફોરિયા હોટલમાં દોઢ વર્ષના બાળકનું પાણીમાં ડૂબી જવાથી મોત, પરિવારમાં શોકનો માહોલ
- Sports: ભારતીય સ્કેટર આનંદકુમાર વેલકુમારે વિશ્વ ચેમ્પિયનશિપમાં ઇતિહાસ રચ્યો, પ્રથમ ગોલ્ડ મેડલ મેળવ્યો