મહારાષ્ટ્ર વિધાનસભા elections માટે ભાજપે ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે. આ યાદીમાં 25 ઉમેદવારોના નામ છે.

મુંબઈઃ  મહારાષ્ટ્રમાં વિધાનસભા ચુંટણીનો શંખનાદ વાગી ગયું છે. આ ક્રમમાં આજે ભાજપે તેના ઉમેદવારોની ત્રીજી યાદી પણ જાહેર કરી છે. ભાજપે આ યાદીમાં 25 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આ ઉપરાંત ભાજપે એક લોકસભા બેઠક પર યોજાનારી પેટાચૂંટણી માટે પોતાના ઉમેદવારના નામની પણ જાહેરાત કરી દીધી છે. બીજેપીએ નાંદેડ લોકસભા સીટ પર પેટાચૂંટણી માટે સંતુક મારોતરાવ હુંબર્ડેના નામની જાહેરાત કરી છે.