Uttarakhand: ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં એક હેલિકોપ્ટર ગુમ થયું. થોડીવારમાં જ એવું જાણવા મળ્યું કે હેલિકોપ્ટર જોશીમઠ નજીક ક્રેશ થયું છે. આ ઘટનાથી પોલીસ અને વહીવટીતંત્રમાં ગભરાટ ફેલાયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પાઇલટ સહિત છ લોકો સવાર હતા.
અહેવાલો અનુસાર, હેલિકોપ્ટર બદ્રીનાથ ધામથી બપોરે 1:14 વાગ્યે દહેરાદૂનમાં સહસ્રધાર હેલિપેડ માટે ભારે હિમવર્ષા વચ્ચે ઉડાન ભરી હતી. ટેકઓફ કર્યાના થોડીવાર પછી, હેલિકોપ્ટર જોશીમઠ નજીક હાથી પરબત વિસ્તારમાં ગાયબ થઈ ગયું. જિલ્લા વહીવટીતંત્રને બાદમાં હેલિકોપ્ટર ક્રેશની જાણ કરવામાં આવી.
બદ્રીનાથ ધામથી દેહરાદૂન પરત ફરી રહેલું ટ્રાન્સ ભારત એવિએશન હેલિકોપ્ટર જોશીમઠ વિસ્તારમાં મારવાડી પુલ પર જયપી પાવર હાઉસ નજીક એક ટેકરી પર ક્રેશ થયું હતું. હેલિકોપ્ટરમાં પાઇલટ અને પાંચ મુસાફરો સવાર હોવાનું કહેવાય છે. હેલિકોપ્ટર ક્રેશ થયાના સમાચાર મળતાં જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી, જેમાં પોલીસ, SDRF, સેના અને ITBPના જવાનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા.



