Gujarat : હાલ ચાલુ વર્ષની શરૂઆતમાં જ દિવસના તાપમાનમાં વધારો થઇ રહ્યો છે. ગરમીના વધારાના કારણે શરીરમાં લુ લાગવા (સન સ્ટ્રોક) ના કેસો નોંધાતા હોય છે. જેમાં સમયસરની સારવાર લેવામાં નાં આવે તો જીવલેણ સાબિત થઇ શકે છે. લુ લાગવા (સન સ્ટ્રોક)ના કેસોમાં સામાન્ય રીતે શરીરનું તાપમાન ખુબ વધી જાય છે. વાતાવરણનું તાપમાન ઉચું હોવાથી પરસેવો ખુબ વધારે થાય છે અને જેને કારણે શરીરનું તાપમાન ઘટી શકતું નથી.

લુ જીવલેણ પણ સાબિત થાય છે.
જેને પરિણામે વ્યક્તિના આરોગ્ય ઉપર વિપરિત અસરો કરે છે. જેમ કે, શરીર અને હાથ પગમાં અસહ્ય દુ:ખાવો, ખુબ તરસ લાગવી, ગભરામણ થવી, ચક્કર આવવા, શ્વાસ ચઢવો, હ્રદયના ધબકારા વધી જવા. ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં મજુરી કરીને જીવન ગુજારતા મજૂરોમાં સન સ્ટ્રોક ની વધુ અસર થાય છે અને ક્યારેક તે જીવલેણ પણ સાબિત થાય છે.
સન સ્ટ્રોક (લુ) થી બચવા આ ઉપાયો કરવા

ગરમીમાં બને ત્યાં સુધી બહાર જવાનું ટાળવું. ઉનાળાની ઋતુ દરમ્યાન ખુલતા.સફેદ,સુતરાઉ કપડા પહેરવા જોઈએ. નાના બાળકો, સગર્ભા માતાઓ.વૃધ્ધો તથા અશક્ત વ્યક્તિઓએ તડકામાં ફરવું નહી. દિવસ દરમ્યાન પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી પીવું શક્ય હોય તો લીંબુનું શરબત બનાવીને પીવું જોઈએ. ભીના કપડાથી માથું ઢાંકીરાખવું અને જરૂર જણાયે અવાર-નવાર ભીના કપડાથી શરીર લુછવું.
ગરમીની ઋતુ દરમ્યાન બને ત્યાં સુધી ભૂખ્યા ન રહેવું. માથાનો દુ:ખાવો બેચેની, ચક્કર, ઉબકા કે તાવ આવે તો તુરંત જ નજીકના દવાખાના, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે હોસ્પીટલમાં ડોકટરની સલાહ અને સારવાર લેવી.
આ પણ વાંચો..
- dubai: દુબઈ-તેલ અવીવ ફ્લાઇટનો માર્ગ બદલાયો; પાઇલટે હાઇજેકનો સંકેત મોકલ્યો
- ફ્લાયદુબઈ (Flydubai)ની ફ્લાઈટમાં ૧૮૦ મુસાફરોનો જીવ બચાવનાર ભારતીય કેપ્ટન સ્મિત મચ્છર કોણ છે?
- russia: રશિયામાં નોકરીની ઓફર જીવલેણ બની શકે છે—આ જાળમાં ફસાશો નહીં: વિદેશ મંત્રાલયની ભારતીય નાગરિકોને ચેતવણી
- shubhman gill: શુબમન ગિલે સદીઓની હેટ્રિક ફટકારી; પોતાની કારકિર્દીની સૌથી ઝડપી સદી નોંધાવી
- rahul gandhi: મતની ચોરી અને EVM સાથે ચેડાંના આક્ષેપો… ‘INDIA’ ગઠબંધનની બેઠકમાં રાહુલના ભાષણના ૫ મુખ્ય મુદ્દા




