Jamnagar : ભારતીય સશસ્ત્ર દળ દ્વારા “ઓપરેશન સિંદૂર* હેથળ આશરે ૦૯ જેટલા આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને નેસ્ત નાબુદ કરેલ છે. આ સમયે સોશિયલ મિડીયામા રાષ્ટ્રધ્વજનુ અપમાન કરતો તથા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટાવાળા પોસ્ટરમાં ચહેરો વિક્રુત કરી પોસ્ટર જમીન પર રાખી પોસ્ટર ઉપર હાથ વડે ચપ્પલ મારી વિરોધ પ્રદર્શન કરતો વિડિયો પોતાની ઇન્સ્ટાગ્રામ આઇ.ડી. પર અપલોડ કર્યો હતો.
સાંપ્રત સમયની પરીસ્થીતીને ધ્યાને લેતા ભારતના સાર્વભૌમત્વ એકતા અને અખંડીતતા તેમજ સુરક્ષાને જોખમમા મુકતો વિડિયો અપલોડ કરેલ હોઇ જે મુદે ગુન્હો દાખલ કરાયો છે. આ પોસ્ટ કરનાર 22 વર્ષિય સચાણાના યુવાન નાજીમભાઈ ઉર્ફે લાજીમ સ/ઓ અજીજભાઇ ઉમરભાઈ ગજિયાને પોલીસે અટકાયત કરી લીધી છે. તેમજ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતભરમાં પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે, રાષ્ટ્ર વિરોધી અને ખોટો દુષ્પ્રચાર કરી પોસ્ટ કરનાર સામે ઠેર ઠેર કાર્યવાહી કરવામાં આવી રહી છે.઼
આ પણ વાંચો..
- H-1B વિઝા ધારકોને નિશાન બનાવવાથી અમેરિકાને આર્થિક ફટકો પડી શકે છે: ‘ઇન્ડિયાસ્પોરા’ (Indiaspora) ની ચેતવણી
- shahrukh khan: કેવો મિત્ર મળ્યો છે… જાણો શાહરૂખ ખાને બાંદ્રા-વરલી સી લિંક પર પોતાની તસવીર મૂકનારાઓનો આભાર કેવી રીતે માન્યો.
- trump: મધ્યસત્ર ચૂંટણીઓમાં ટ્રમ્પ માટે અગ્નિપરીક્ષા: સેનેટની આ ૧૦ બેઠકો કેમ ચર્ચાના કેન્દ્રમાં છે?
- Trump: અમેરિકાને મુજતબાની ખુલ્લી ચેતવણી; ટ્રમ્પે કહ્યું કે ઈરાનના પરમાણુ સ્થળોને ૧૦ મિનિટમાં નિશાન બનાવી શકાય છે
- mamta: વલણમાં બદલાવ! સોનિયાને ‘મારા નેતા’ ગણાવ્યા અને સીપીએમ (CPM) નેતાનો ઉલ્લેખ કર્યો—મમતાના વલણમાં આ પરિવર્તન શા માટે?




