Jamnagar : ભારતીય સશસ્ત્ર દળ દ્વારા “ઓપરેશન સિંદૂર* હેથળ આશરે ૦૯ જેટલા આતંકી ઠેકાણાઓ પર હુમલો કરીને નેસ્ત નાબુદ કરેલ છે. આ સમયે સોશિયલ મિડીયામા રાષ્ટ્રધ્વજનુ અપમાન કરતો તથા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટાવાળા પોસ્ટરમાં ચહેરો વિક્રુત કરી પોસ્ટર જમીન પર રાખી પોસ્ટર ઉપર હાથ વડે ચપ્પલ મારી વિરોધ પ્રદર્શન કરતો વિડિયો પોતાની ઇન્સ્ટાગ્રામ આઇ.ડી. પર અપલોડ કર્યો હતો.
સાંપ્રત સમયની પરીસ્થીતીને ધ્યાને લેતા ભારતના સાર્વભૌમત્વ એકતા અને અખંડીતતા તેમજ સુરક્ષાને જોખમમા મુકતો વિડિયો અપલોડ કરેલ હોઇ જે મુદે ગુન્હો દાખલ કરાયો છે. આ પોસ્ટ કરનાર 22 વર્ષિય સચાણાના યુવાન નાજીમભાઈ ઉર્ફે લાજીમ સ/ઓ અજીજભાઇ ઉમરભાઈ ગજિયાને પોલીસે અટકાયત કરી લીધી છે. તેમજ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતભરમાં પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે, રાષ્ટ્ર વિરોધી અને ખોટો દુષ્પ્રચાર કરી પોસ્ટ કરનાર સામે ઠેર ઠેર કાર્યવાહી કરવામાં આવી રહી છે.઼
આ પણ વાંચો..
- Horoscope: જાણો કેવો રહેશે આજે તમામ રાશિના જાતકોનો દિવસ, કોની પર રહેશે હનુમાનજીની કૃપા
- Aap: ભાજપે હવે ખોટા દાવા કરવાનું બંધ કરી દીધું છે, વરસાદની મોસમ પતે અને સમસ્યા પતે – સૌરભ ભારદ્વાજ
- Bhagwant Mann: પંજાબના CM એ પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી પર દેખરેખ રાખવા માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી
- Türkiye: ઇઝરાયલ સીરિયામાં તુર્કીના સર્વેલન્સ ડિવાઇડરનો નાશ કેમ કરી રહ્યું છે?
- Bangladesh માં અશાંતિનો માહોલ! ૧૯૭૧ના આંદોલનના વૃદ્ધ સેનાની અને પ્રોફેસર સહિત ૧૬ લોકોને જેલમાં ધકેલી દેવામાં આવ્યા