UKમાં વર્ક પરમિટ અપાવવાના નામે મુજમહુડા વિસ્તારના વિઝા કન્સલટન્ટે બે યુવકો સાથે રૂ.સાડા ચાર લાખની છેતરપિંડી કર્યાની ફરિયાદ જે પી રોડ પોલીસ સ્ટેશને નોંધાઈ છે.
UK: ડ્રિમ કન્સલટન્સીના સંચાલકે રૂ.૬ લાખ લીધા, કામ નહિ થઈ શકે તેમ કહી દોઢ લાખ પરત કર્યા
કરજણના વેમાર ગામે રહેતા | નયનકુમાર પટેલે પોલીસને કહ્યું છે કે, હું અને મારી સાથે ખાનગી કંપનીમાં નોકરી કરતા અર્પણ પટેલે યુકે જવા ઇચ્છતા હોવાથી અમે મુજમહુડા વિસ્તારના સિગ્નેટ હબ ખાતે આવેલી ડ્રિમ કન્સલટન્સીના સંચાલક મહેબૂબ રસુલભાઈ વેપારીને મળ્યા હતા.
સંચાલકે અમો બંને જણા પાસે કુલ રૂ.૧૫.૫૦ લાખ નક્કી કર્યા હતા અને પોતે યુકેમાં ઓછી ફી લઈ મોકલીને નોકરી અપાવશે તેવી ખાતરી આપી હતી. અમે તેમને રૂ.૬ લાખ આપ્યા હતા.પરંતુ ત્યારબાદ જ્યારે પણ તપાસ કરવા જઈએ ત્યારે સંતોષકારક જવાબ મળતો નહતો.આખરે, મહેબૂબભાઈએ તમારું કામ નહિં થાય તેમ કહી અમને ઓનલાઈન રૂ.દોઢ લાખ પરત કર્યા હતા.પરંતુ બાકીની રકમ હજી આપતા નથી. જેથી પોલીસે ગુનો નોંધ્યો છે.