Vadodara શહેરના દક્ષિણ વિસ્તારના અંદાજિત ૩ લાખ જેટલા સ્થાનિક રહીશોને તા. ૧૭મીએ બપોરે અને તા. ૧૮ સવારે પાણી મળશે નહીં.

Vadodara: મકરપુરા, માંજલપુર, તરસાલી અને જામ્બુઆના વિવિધ વિસ્તારોમાં પાણી નહીં મળે

ઉલ્લેખનીય છે કે, ભાયલી વિસ્તારમાં બ્રોડવે કોમર્શિયલ હબ, પેટ્રોલ પંપ પાસે પાણીની નવી લાઈનની સાથે ફિડર નાની લાઈનના જોડાણની કામગીરી કરવાની હોવાથી વિસ્તારમાં તા. ૧૭મીએ સવારે પાણી વિતરણ બાદ કામગીરી શરૂ કરાશે. જેથી મકરપુરા, માંજલપુર, તરસાલી, જામ્બુવાના વિવિધ વિસ્તારમાં તા. ૧૮ સવારનું પાણી આપી શકાશે નહીં અને બપોર બાદ પાણી વિલંબ થી ઓછા દબાણ અને ઓછા સમય માટે અપાશે.

વડોદરા પાલિકાની પાણી પુરવઠા શાખા દ્વારા શહેરના પશ્ચિમ વિસ્તારના ભાયલી વિસ્તારમાં બ્રોડવે કોમર્શિયલ હબ, એચપી પેટ્રોલ પંપ પાસે પાણીની નવી ૭૦૦ મી.મી ડાયાની ફિડર લાઈનની ૧૪૫૦ મીમી સિંધરોટની ફિડર લાઈન સાથે જોડાણની કામગીરી તા. ૧૭ ડિસે.એ સવારના પાણી વિતરણ બાદ હાથ ધરવામાં આવશે. જેથી સિંધરોટ ડબ્લ્યુ ટીપી થી પાણી મેળવતી મકરપુરા જીઆઇડીસી રોડ ટાંકી, માંજલપુર ટાંકી, તરસાલી ટાંકી, લાલબાગ ટાંકી, મકરપુરા ગામ બુસ્ટર, મકરપુરા એરફોર્સ બુસ્ટર, જાંબુઆ ટાંકીથી પાણી મેળવતા વિસ્તારમાં તા. ૧૭ બપોર બાદ અને તા. ૧૮ ના રોજ પાણી મળી શકશે નહી