સુરતની સ્મીમેર હોસ્પિટલ અવારનવાર વિવાદમાં આવતી રહે છે. જ્યારે સ્મીમેર હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. અભ્યાસ કરતી એક યુવતી દ્વારા હોસ્પિટલના સિનિયર તબીબ સામે રેગિંગનો આરોપ મૂક્યો છે. આ યુવતીએ ડીનને ફરિયાદ કરવા છતાં પણ કોઇ ઉકેલ ન આવતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતમાં એક અભ્યાસ કરતી યુવતીએ હોસ્પિટલના સિનિયર તબીબ સામે અભ્યાસ કરતી યુવતીએ રેગિંગનો આક્ષેપ કર્યો છે. આ યુવતીએ ડીનને ફરિયાદ કરવા છતાં પણ કોઇ નિકાલ ન આવાતા આ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી યુવતીએ વરાછા પોલીસ મથકે પહોંચતા વિવાદ સામે આવ્યો છે.
નોંધનીય છે કે, સ્મીમેર હોસ્પિટલમાં પહેલા થાઈ ગર્લ વિવાદ, બાદમાં નશાબાઝ તબીબનો વિવાદ અને હવે મહિલા તબીબ સાથે રેગિંગનો આક્ષેપ કરવામાં આવ્યો છે. 20 દિવસ પહેલા ફરિયાદ કરી હોવા છતાં પણ કોઇ પગલાં ન ભરાતા વિદ્યાર્થિના જણાવ્યા પ્રમાણે, તે ડિપ્રશનનો શિકાર બની હતી.
ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ સ્મીમેરની હોસ્ટેલના રૂમમાં થાઇ ગર્લ લાવવાનો વિવાદ સામે આવ્યો હતો. જે બાદ હોસ્ટેલમાં એક ડોક્ટર નશાની હાલતમાં ઝડપાયો હતો.