Suratના પુણાગામ બોરડા ફાર્મની સામે ક્રિષ્ના ઈન્ડસ્ટ્રીઝમાં સાડી અને ડાયમંડ જોબવર્કના કારખાનામાં કામ કરતો કારીગર મિત્ર સાથે મળી રૂ. ૩.૫૦ લાખના માલની ચોરી કરી ફરાર થઈ જતા પુણા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.
Surat: ત્રણ મહિના પહેલા નોકરીએ જોડાયેલો રાજુ ઝાલા અને પત્ની સાથે કારખાના ઉપર જ રહેતો હતો
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ અમદાવાદ ધંધુકાના રાયકા ગામના વતની અને સુરતમાં સરથાણા ગઢપુર રોડ શિવ પ્લાઝા સી-૯૦૩ માં રહેતા ૪૯ વષીય મનોજભાઈ જગજીવનભાઈ ઘેલાણી પુણાગામ બોરડા ફાર્મની સામે ક્રિષ્ના ઈન્ડસ્ટ્રીઝ પ્લોટ નં.૩૬, ૩૭ ત્રીજા માળે સાડી અને ડાયમંડ જોબવર્કનું કારખાનું ધરાવે છે.તેમને ત્યાં આઠથી દશ વ્યક્તિ કામ કરે છે.ત્રણ મહિના અગાઉ તેમના કારખાનામાં રાજુ ઝાલા નોકરીએ જોડાયો હતો અને તે પત્ની સાથે ત્યાં જ રહેતો હતો.
ગત રવિવારે સવારે મનોજભાઈ કારખાને ગયા ત્યારે તેમને ડાયમંડના કાર્ટૂન ઓછા લાગતા તેમણે સીસીટીવી ફૂટેજ ચકાસ્યા તો તેમાં રાજુ ઝાલા તેના મિત્ર વિક્રમ બાંભણીયા સાથે કારખાનામાંથી | રૂ.૩.૫૦ લાખની મત્તાના સાડી ઉપર લગાડવાના ડાયમંડના ચાર કાર્ટૂન પોતાની બાઈક ઉપર લઈ જતો નજરે ચઢ્યો હતો. મનોજભાઈએ પોતાની રીતે રાજુ ઝાલાની તેના વતનમાં તપાસ કરાવી હતી.પણ તે નહીં મળતા છેવટે રાજુ અને તેના મિત્ર વિરુદ્ધ નોકર ચોરીની ફરિયાદ પુણા પોલીસ મથકમાં નોંધાવી હતી.વધુ તપાસ પીએસઆઈ ટી આર. પાટીલ કરી રહ્યા છે.