surat: સચીન જીઆઈડીસીમાં લુમ્સનું કારખાનું ધરાવતા ઉધનાના વિવર સહિત બે વિવર પાસેથી દલાલ મારફતે રૂ.૧.૧૭ કરોડનું ગ્રે કાપડ ખરીદી બેંગ્લોરના વેપારીએ પેમેન્ટ કરવાને બદલે ઉડાઉ જવાબ આપતા વેપારી અને દલાલ વિરુદ્ધ ઈકો સેલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

surat: વેસુના દલાલ મારફત ત્રણ વર્ષમાં ગ્રે કાપડ ખરીદયુંહતું:પેમેન્ટને બદલે ઉડાઉ જવાબ અપાતા વેપારી-દલાલ વિરુધ્ધ ફરિયાદ

ઈકો સેલના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના ઉધના ગામ ઝાંસી ગાર્ડનની પાસે મીરાનગર ઘર નં.એ/૯૫ | માં રહેતા ૪૪ વષીય વિજયભાઈ લવજીભાઈ વોરા સચીન જીઆઈડીસી ડાયમંડ ઇન્ડસ્ટ્રીયલ પાર્કમાં લુમ્સનું કારખાનું ધરાવે છે.બેંગ્લોરના કિલ્લરી રોડ ચંપક ટાવર ખાતે માં એમ.પી.સિલ્કના નામે કાપડનો વેપાર કરતા હેમંતકુમાર શલુ ઈશરાનીએ આદિનાથ એજન્સીના નામે કાપડની દલાલી કરતા દલાલ મનીષ જૈન મારફતે વિજયભાઈ પાસેથી ગ્રે કાપડની રૂ ખરીદી કરી શરૂઆતમાં પેમેન્ટ કરી વિશ્વાસ કેળવ્યો હતો.

જોકે, ત્યાર બાદ એપ્રિલ ૨૦૨૧ થયુ ફેળ આરી ૨૦૨૪ દરમિયાન ખરીદેલા ગ્રે કાપડનું બાકી પેમેન્ટ રૂ.૩૪,૫૨,૬૨૮ ચુકવ્યું નહોતું. વેપારી હેમંતકુમાર શલુ ઇશરાનીએ તેમની જેમ અન્ય વિવર કિશોરકુમાર પાનસુરીયા પાસેથી પણ દલાલ મનીષ જૈન મારફતે ગ્રે કાપડ ખરીદી તેમનું બાકી પેમેન્ટ રૂ.૮૨,૮૯,૭૩૪ ચુકવ્યું નહોતું. તેમણે આપેલા ચેક રિટર્ન થતા અને બાદમાં પેમેન્ટ કરવાને બદલે ઉડાઉ જવાબ આપતા વિજયભાઈએ વેપારી હેમંતકુમાર શલુ ઈશરાની અને દલાલ મનીષ જૈન વિરુદ્ધ . ૧,૧૭,૪૨,૩૯૨ ની ઠગાઈની ફરિયાદ ક્રાઈમ બ્રાન્ચમાં ગતરોજ નોંધાવતા તેની તપાસ ઈકો સેલને સોંપાઈ છે.વધુ તપાસ પીએસઆઈ એન.એ. ચૌહાણ કરી રહ્યા છે.