Surat: મોટા વરાછાના પનવેલ પોઈન્ટમાં હોટલ પનવેલ અને હોટલ હાઇ વ્યુમાં ધમધમતા કૂંટણખાનામાં નેપાળ અને થાઇલેન્ડની યુવતી સપ્લાય કરનાર મહિલા દલાલની ઉત્રાણ પોલીસે ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે.

Surat: મુક્ત કરાવાયેલી થાઇલેન્ડની યુવતીને આરોપી દલાલ ભાવના પાટીલે અન્ય દલાલ સાથે મળી મોકલાવી હતી, હજુ એક વોન્ટેડ

ઉત્રાણ પોલીસે બાતમીના આધારે પાંચ | દિવસ અગાઉ મોટા વરાછાના એ. આર મોલ સામે પનવેલ પોઇન્ટના ચોથા માળે હોટલ પનવેલ અને હોટલ હાઈ વ્યુમાં દરોડા પાડયા હતા. જયાંથી બંને હોટલના મેનેજર પારસ પરમાર અને કૃણાલ કેવડીયા, શરીરસુખ માણવા આવનાર ૬ ગ્રાહક અને દલાલ મળી ૯ ની ધરપકડ કરી કાર સહિત રૂ, ૧૧.૫૨ લાખનો મુદ્દામાલ કબ્જે લીધો હતો.

મેનેજરની પૂછપરછમાં હોટલ જોનીલ ઉર્ફે જે.ડી દિલીપ કેવડીયા અને વિજયસિંહ ઉર્ફે કાનો પરમારની હોવાનું તથા યુવતીની સપ્લાય ભાવના રામચંદ્ર પાટીલ અને શિવમ અમૃત ગજેરાએ કરી હોવાની કબૂલાત કરતા વોન્ટેડ જાહેર કર્યા હતા. જે પૈકી થાઈલેન્ડની લલના સપ્લાયર ભાવના રામચંદ્ર પાટીલ (ઉ.વ. ૩૭ રહે. ક્રિષ્નાપાર્ક સોસાયટી, ડીંડોલી અને મૂળ. સુકવડ, નેડાદ, ધુલીયા, મહારાષ્ટ્ર) ની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે.