રાજસ્થાનના બિકાનેરથી સાહીરામ નામના Sanatanધમીએ ૧૧ માસ સુધી સતત યાત્રાધામ દ્વારકાની ૧૩૫૧ કિમીની યાત્રા પૂર્ણ કરી આજે દ્વારકા યાત્રાધામ ખાતે પહોંચ્યા હતા. સનાતન સમાજમાં સુખશાંતિ સાથે વ્યસનમુકિત આવે તે માટે તેમણે કઠિન દંડવત યાત્રા કરી છે.
Sanatan:યાત્રાધામ દ્વારકા આવતા ૫૧ કિ.મી.ની યાત્રા તો પેટથી ઘસડાઈને કરી, સૌનાં સુખ-શાંતિ માટે દ્વારકાધીશને પ્રાર્થના
રાજસ્થાનના બિકાનેર જિલ્લાના લાલેરા ધામના સાહીરામ નામના ભાવિક દ્વારા ૧૯મી ફેબ્રુઆરી, ૨૦૨૪ના રોજ | દ્વારકા યાત્રાધામની દંડવત્ યાત્રા શરૂ કરી આશરે ૧૩૦૦ કિમી જેટલો પ્રવાસ દંડવત યાત્રા કર્યા બાદ છેલ્લાં ૫૧ કિમીનો પ્રવાસ | વધુ કઠિન બનાવી પેટે પલાણ કરી એટલે કે પેટથી ઘસડાઈને પૂર્ણ કરી આજરોજ યાત્રાધામ દ્વારકા ખાતે પહોંચ્યા હતા.
આજરોજ યાત્રાધામ દ્વારકા ખાતે પહોંચી ઠાકોરજીના દર્શન કરી હિન્દુ સનાતન ધર્મમાં દારૂ નામના વ્યાપેલા દુષણથી મુકિત મળે અને સમાજ સનાતન ધર્મના રીત-ભાત સમજી તેનું ચુસ્તતાપૂર્વક પાલન કરે તેમજ દરેક સમાજના ઘરોમાં સુખ-શાંતિ રહે તે માટે ઠાકોરજીને પ્રાર્થના કરી હતી.