CM Bhupendra Patel News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં દર મહિને યોજવામાં આવતાં રાજ્ય સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અંતર્ગત એપ્રિલ-2026નો રાજ્ય સ્વાગત બુધવાર તા.30મી એપ્રિલે યોજવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ 2003થી શરૂ થયેલા સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્વયે દર મહિનાના ચોથા ગુરુવારે રાજ્ય સ્વાગત યોજવામાં આવે છે.

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીની આદર્શ આચાર સંહિતાને અનુલક્ષીને રાજ્ય કક્ષાનો ગત તારીખ 23 એપ્રિલના રોજ યોજાનારો સ્વાગત કાર્યક્રમ મુલતવી રાખવામાં આવ્યો હતો.

આ સ્વાગત કાર્યક્રમ અંતર્ગત એપ્રિલ-2026નો રાજ્ય કક્ષાનો સ્વાગત કાર્યક્રમ પાંચમા ગુરુવાર એટલે કે તારીખ 30 એપ્રિલ, ગુરૂવારના રોજ યોજવામાં આવશે.

નાગરિકો આ સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો ગુરૂવાર, તા.30મી એપ્રિલના રોજ સવારે 8-00 થી 11-00 દરમિયાન મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે.

મુખ્યમંત્રી ગુરૂવારે બપોર બાદ આ રાજ્ય સ્વાગતમાં પ્રત્યક્ષ ઉપસ્થિત રહીને નાગરિકોની આવેલી રજૂઆતો સાંભળશે. મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે.મુખ્યમંત્રી ગુરૂવારે બપોર બાદ આ રાજ્ય સ્વાગતમાં પ્રત્યક્ષ ઉપસ્થિત રહીને નાગરિકોની આવેલી રજૂઆતો સાંભળશે.