marriage: જસદણના તાલુકાના એક ગામની સગીરા ઉપર વિધર્મી યુવક દ્વારા દુષ્કર્મ આચર્યાની ફરિયાદ આટકોટ પોલીસ સ્ટેશનમાં નોંધાતા પોલીસે વીધર્મી યુવકની ધરપકડ કરી યોગ્ય કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, જસદણ તાલુકાના અને આટકોટ પોલીસ સ્ટેશન તાબાના ગામે રહેતી સગીરાએ ગામના જ વિધર્મી યુવક સરફરાજ ભટ્ટી દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.
marriage: સગીરાને બ્લેકમેઈલ કરી વારંવાર દુષ્કર્મ આચરતા ઘરમાં વાત કરી દેતા આટકોટ પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ
જે ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપી સરફરાજ સોશિયલ મીડિયાના માધ્યમથી સંપર્કમાં આવ્યા બાદ બ્લેકમેલ કરી અને લગનની લાલચ આપ્યા બાદ અવાર નવાર દુષ્કર્મ કરતો હતો. અને વારંવાર બ્લેકમેલ કરતો હતોજેથી સગીરાએ પરિવારજનોને જાણ કરતા આટકોટ પોલીસ સ્ટેશનમાં પોકસો હેઠળ ગુનો નોંધી આરોપી સરફરાજની પોલીસે તુરંત ધરપકડ કરી લીધી છે. આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરાશે. સરફરાજને આ અંગે કોઈ ફંડ પુરું પાડતું હતું કે કોઈ આંતરરાષ્ટ્રીય પડયંત્રને ભાગરૂપે સગીરાને ફસાવી છે? કે કેમ તે ઉપરાંતસગીરાના ફોટા સહિતની બીજી કોઈ બાબત છે કે જેથી તે સગીરાને બ્લેકમેલ કરતો હોય તે અંગે આટકટ પલીસ રિમાન્ડ બાદ તપાસ કરશે. આ બનાવ સુ અને આ બનાની વધુ તપાસ આટકોટ પોલીસ ચલાવી રહી છે.