Rajkotમાંથી એસઓજીએ વેરાવળ તાલુકાના ગોવિંદપરા ગામના દિલાવર મહમદભાઈ સુમરા (ઉ.વ.૪૩)ને ૨૧ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી લીધો હતો. હવે પોલીસે ડ્રગ્સ મેંગાવનારને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે.
Rajkot: આરોપીએ કોની પાસેથી ડ્રગ્સ લીધું અને કોને આપવા આવતો હતો તે દિશામાં પોલીસની તપાસ
એસઓજીના પીઆઈ એસ.એમ. | મુદ્દામાલ કબજે કર્યો હતો. જાડેજાને મળેલી ચોકકસ બાતમીન આધારે માધાપર ચોકડીથી અયોધ્યા ચોક તરફ જવાના રસ્તે વોચ ગોઠવી સ્વીફટ કારમાં પસાર થયેલા આરોપી દિલાવરને અટકાવી તેની તલાશી લેતાં ૨૧ ગ્રામ મેફેડ્રોન ડ્રાન ડ્રગ્સ મળી આવ્યું હતું. એસઓજીએ તેની કિંમત રૂા.૨. ૧૦ લાખ ગણી હતી. એક મોબાઈલ ફોન અને એક સ્વીફટ કાર ઉપરાંત રોકડ રકમ વગેરે મળી કુલ રૂા.૭.૨૧ લાખનો એસઓજીના સૂત્રોએ જણાવ્યું હતું કે આરોપી વેરાવળથી આ ડ્રગ્સનો જથ્થો રાજકોટ આપવા આવી રહ્યો હતો.
વેરાવળમાં આરોપીએ કોની પાસેથી ડ્રગ્સ લીધું અને રાજકોટમાં કોને સપ્લાય કરવા આવી રહ્યો હતો તે બાબતે હાલ તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપી ખરેખર કેટલા સમયથી ડ્રગ્સનો વેપલો કરે છે તે સહિતના મુદ્દે પણ તપાસ કરાશે. આરોપી ડ્રાઈવિંગ કરે છે.