Dwarkaમાં સામાજિક પ્રસંગે જમણવારમાં પીવાનાં પાણીથી હાથ ધોવાની ના પાડતા ઉશ્કેરાયેલા આઠ શખ્સોએ કેટરીંગનાં ચાર કર્મચારીઓ પર ઘાતકી હુમલો કર્યાની ફરિયાદ નોંધાવાઈ છે.
પીવાનાં પાણીથી હાથ ધોઈ રહેલા શખ્સોને ના પાડતાં ઉશ્કેરાઈ જઈને ગાળો અને ધમકી આપીને હુમલો કર્યો
Dwarkaમાં આવેલા પટેલ સમાજમાં કેટરિંગનું કામ કરવા આવેલા પોરબંદરના રહીશ રસિકભાઈ રાજુભાઈ વાઘેલા (ઉ.વ. ૩૨) એમના યુવાન સાથે કામ કરતા મીતભાઈ નામના યુવાન એક જમણવાર પ્રસંગે છાશના કાઉન્ટરમાં કામ કરી રહ્યા હતા. ત્યારેનજીકમાં કેટલાક શખ્સો પીવાના પાણીથી હાથ ધોતા હતા. જે અંગે મીતભાઈએ આ પાણીથી હાથ ધોવાની ના કહેતા ઉશ્કેરાયેલા આરોપી એવા અણીયારી ગામના રાયમલભા દેવાભા| સુમણીયા, ભગતભા દેવાભા સુમણીયા અને ખતુંબા ગામના સવાભા વાઘેર તેમજ અન્ય પાંચ જેટલા અજાણ્યા શખ્સોએ તેઓને બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આટલું જ નહીં, આરોપીઓએ રસોડામાં જઈ અને રસોઈના વિવિધ વજનદાર વાસણો લઈને ફરિયાદી રસિકભાઈ તેમજ સાહેદ મીતભાઈ અને સાથે કામ કરી રહેલા કમુબેન અને ભાનુબેનને બેફામ માર મારતા તેઓને લોહી લુહાણ હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ સમગ્ર બનાવ અંગે દ્વારકા પોલીસે રસિકભાઈ વાઘેલાની ફરિયાદ પરથી પાંચ અજાણ્યા સહિત કુલ આઠ શખ્સો સામે રાયોટીંગ સહિતની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. ટી.ડી. ચુડાસમા દ્વારા હાથ ધરવામાં આવી છે.