Rajkot આસપાસ સરકારી જમીનોમાં દબાણો હટાવવાની ઝૂંબેશ શરુ કરાઈ છે જે અન્વયે કાલાવડ રોડ પર લોધિકા તાલુકાના દેવગામ ખાતે રેવન્યુ સર્વે નં.૪૦ અને ૮૧ પૈકી આશરે ૨૫૦૦ ચો.મી. જમીનમાં થયેલા દબાણોને આજે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા હતા.
Rajkot: ૨૫૦૦ ચો.મી. જમીન ખુલ્લી કરાવાઈ, હવે ફરી દબાણ અટકાવવા ઝડપથી ફેન્સિંગની જરૂરિયાત
સત્તાવાર સૂત્રો અનુસાર રાજકોટ-કાલાવડ મેઈનરોડ કે હાલ શહેરનો સૌથી વિકસીત માર્ગ છે ત્યાં આ જમીનની કિંમત પ્રતિ ચો.મી.રૂ।. ૧ ૨૦૦૦ ગણવામાં આવી છે અને તે રીતે રૂ ૩ કરોડની કિંમતની જમીન ઉપર ચાર હોટલધારકોએ દબાણ કર્યું હતું.
જેમને સાત દિવસની મુદતની નોટિસ આપ્યા બાદ મુદત પૂરી થયે ડિમોલીશન કરવામાં આવ્યું છે. લોધિકા મામલતદારે જણાવ્યા મૂજબ આ સ્થળે ફરી દબાણ ન થાય તે માટે ફેન્સીંગ કરાશે. જો કે રાજકોટ મનપા હોય કે કલેક્ટર કચેરી હોય દરેક સ્થળે ડિમોલીશન પછી તાત્કાલિક ફેન્સીંગ કરવાની અને ફરી દબાણના કિસ્સામાં ફોજદારી પગલાની જરૂરિયાત છે.