Patanમાં બાળ તસ્કરી કૌભાંડમાં વધુ એક નકલી ડોક્ટર સહિત બે વ્યક્તિની વધુ ધરપકડ કરવામાં આવી હતી. કચ્છના આડેસરથી બાળકીને પાટણની હોસ્પિટલમાં સારવાર માટે લવાયા બાદ પરત લઇ જતા મોત નિપજ્યું હતું. બાદમાં સમીના દાદરથી કામલપુર જવાના બ્રિજ નજીક નદીના પટમાં બાળકીને દાટી દીધી હતી. આ | સ્થળે આજે ખોદકામ કરતા માત્ર માત્ર મીઠું જ મળી આવ્યું હતું. પરંતુ આ બાળકીના જન્મદાતા કોણ? તે સવાલ સર્જાયો છે.
Patan: પોલીસે ખોદકામ કરતા મીઠું જ મળ્યું, નવજાત બાળકીના જન્મદાતા કોણ? તે સવાલ સર્જાયો
Patanમાં નકલી ડોક્ટર સુરેશ ઠાકોરે ૧.૨૦ લાખમાં બાળકને વેચ્યું હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં શિલ્પા ઠાકોર અને થરાની હોસ્પિટલના રૂપસિંહ ઠાકોરની પોલીસે ધરપકડ કરી હતી. આ ત્રણેય આરોપીઓની પૂછપરછમાં સમીમાં રહેતા અને કચ્છના આડેસરમાં બોગસ ડોક્ટર નરેશ રબારીની સંડોવણી ખુલતા અટકાયત કરી છે. કચ્છના આડેસરથી લાવેલી નવજાત બાળકીને પાટણની નિષ્કા હોસ્પિટલમાં સારવાર બાદ પરત લઈ જતા મોત નિપજ્યું હતું. બાદમાં સમીના દાદારથી કામલપુર જવાના બ્રિજ નજીક નદીના પટમાં બાળકીને દોઢ મહિના અગાઉ સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોરે દાટી દીધી હોવાનું ખૂલ્યું હતું. જેને લઈ આજે નદીના પટમાં પોલીસ, મામલતદાર સાથે વિડીયોગ્રાફી સાથે ખોદકામ કર્યું હતું અને ઘટના સ્થળે મીઠુ જ મળી આવ્યું હતું.પોલીસે માટી અને મીઠાના સેમ્પલ તપાસ માટે લેવામાં આવ્યા હતા. જોકે, પોલીસે ચોક્કસ સ્થળ જાણવા માટે સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોરની કંડક પૂછપરછ હાથ ધરી છે.
જોકે, આ બાળકીની ખરેખર જન્મદાતા કોણ છે ?, બાળકીને નરેશ રબારી ક્યાથી લઈ આવ્યો હતો ? સહિતના સવાલો સર્જાયા છે. પોલીસે વધુ તપાસ કરી રહી છે.