NMC : નડિયાદમાં આજે સતત બીજા દિવસે મનપા દ્વારા દબાણ તોડવાની કામગીરી કરાઈ હતી. મનપા દબાણ દૂર કરતી હતી, તે વખતે ત્યાં હાજર પોલીસને અચાનક જમીનમાં દાટેલા પીપ દેખાયા હતા, જેમાં તપાસ કરતા દેશી દારૂ બનાવવાનો વોશ મળી આવ્યો હતો. જે મામલે પોલીસે એક મહિલા સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નડિયાદ કોર્પોરેશન દ્વારા આ વખતે શહેરની તમામ વરસાદી કાંસની સુવ્યવસ્થિત સફાઈ માટે પ્રયાસ હાથ ધર્યા છે. ત્યારે શહેરમાંથી પસાર થતો મુખ્ય કાંસ કમળા તરફ આગળ જાય ત્યાં શહેરના અંતિમ પોઈન્ટ ગણાતા ખાડ વિસ્તારમાં બે દિવસથી વરસાદી લાઈન પરના દબાણો દૂર કરવાની કામગીરી ચાલી રહી છે.

ગતરોજ કોર્પોરેશનની દબાણની ટીમે શહેરના ખાડમાં કાંસ પર બંધાયેલા નાના મોટા દબાણો, શૌચાલયો સહિતના દબાણો તોડી પાડ્યા હતા. આજે શુક્રવારે બીજા દિવસે પણ આ કામગીરી ચાલી હતી. જેમાં સીટી જીમખાના પાછળ કાચા, પાકા દબાણો જેસીબી મારફતે દુર કરવામાં આવી રહ્યા છે. પોલીસના ચૂસ્ત બંદોબસ્ત હેઠળ કોર્પોરેશને આ કામગીરી કરી હતી.
આ કામગીરી દરમિયાન એકતરફ જેસીબીથી દબાણ દૂર કરાતા હતા, તે વખતે બંદોબસ્તમાં હાજર પોલીસ કર્મચારીઓએ ત્યાં જમીનમાં દબાવેલા ભુરા રંગના પીપ જોયા હતા, તેમાં તપાસ કરતા પીળા રંગનું પ્રવાહી દેખાયુ હતુ, જે દેશી દારૂ બનાવવાનું વોશ હોવાનું માલુમ પડ્યુ હતુ.

પોલીસ દ્વારા નજીકમાં ઉભેલી મહિલા શકમંદ લાગતા પંચોને બોલાવી પૂછપરછ કરતા મહિલાએ પોતાનું નામ કાંતાબેન તે રમણભાઈ તળપદાની વિધવા હોવાનું જણાવ્યુ હતુ. પોલીસે આ વખતે આ 10 હજારની કિંમતનો દેશી દારૂનો 400 લિટર વોશ જપ્ત કર્યો હતો અને મહિલા સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો..
- INS arnala ભારતીય નૌકાદળમાં જોડાયું, વિશાખાપટ્ટનમમાં કમિશન્ડ
- Khamenei: અમે શરણાગતિ નહીં માનીએ, જો અમેરિકા હુમલો કરશે તો અમે યોગ્ય જવાબ આપીશું… યુદ્ધની વચ્ચે ૮૬ વર્ષીય ખામેનીએ મોટો સંદેશ
- અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ મુંબઈ એરપોર્ટ વિસ્તારની સુરક્ષા અંગે ચિંતા, BOMBAY HIGH COURTમાં અરજી પર સુનાવણી
- Kirti Patel: સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલ પર 2 કરોડ રૂપિયાની ખંડણીનો આરોપ
- Kedarnath Yatra: ભારે ભૂસ્ખલન, પાંચ કામદારો ફસાયા, ખાડામાં પડી જવાથી બેના મોત