Kutch : અંજાર નજીક આવેલી વેલસ્પન કંપનીના કોટન પ્લાન્ટમાં આજે સવારે લગભગ 11 વાગ્યાની આસપાસ ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ધુમાડાના ગોટેગોટા આકાશમાં ઉડતા જોવા મળ્યા હતા.

ફેક્ટરીમાં કોટનના ભારી જથ્થામાં આગ ફેલાતા પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. ત્યારે ગાંધીધામ મનપા સહિતના 8 ફાયર ફાઈટર આગને કાબૂમાં લેવા માટે જોતરાયા છે.
આગ ફેલાવાનું કારણ અકબંધ
કંપનીના જવાબદાર દિવ્યેશ એમ. ડાભી દ્વારા મળેલી માહિતી મુજબ, સવારે 10થી 11 વાગ્યાની વચ્ચે કોટન એકમમાં પડેલા રો-મટીરિયલ્સમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી સામે આવ્યું નથી.
આગને કાબુમાં લેવા માટે સ્થાનિક ફાયર બ્રિગેડની સાથે ગાંધીધામ મનપાના ફાયર ફાઈટરો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. 8 ફાયર ફાયટરો દ્વારા યુદ્ધના ધોરણે આગ બુઝાવવાની કામગીરી ચાલી રહી છે. ભીષણ ગરમી વચ્ચે ફેલાયેલી આ આગને કાબુમાં લેવું ફાયર ફાઈટરો માટે પડકારરૂપ બની રહ્યું છે.
આ પણ વાંચો..
- Sanjay kapoor: કરિશ્મા કપૂરના પૂર્વ પતિ સંજય કપૂરનું અવસાન, પોલો રમતી વખતે હાર્ટ એટેક આવતાં મોત
- Vikrant messy: અમદાવાદ અકસ્માતથી ભાંગી પડેલા વિક્રાંત મેસી, વિમાન દુર્ઘટનામાં નજીકના વ્યક્તિનું મોત, AI 171 ના સહ-પાયલોટ હતા
- Ahmedabad plane crash: અમદાવાદમાં ક્રેશ થયેલા વિમાનમાં દિલ્હીથી આવેલા આ યુવકે ટેકનિકલ સમસ્યાઓની ફરિયાદ કરી હતી
- Ahmedabad plane crash: અકસ્માતમાં બચાવની કોઈ શક્યતા નહોતી, મૃત્યુઆંક ડીએનએ ટેસ્ટ પછી આવશે: અમિત શાહ
- Plane crash: ૧.૪ કરોડ રૂપિયા અને વીમો અલગથી… વિમાન દુર્ઘટના પછી પરિવારના સભ્યોને કેટલું વળતર મળે છે?