Daman : દમણગંગા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલી ‘અધુનિક મલ્ટી ટ્રેડ LLP’ નામની કંપનીમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. આંખ ઝપકતા જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને આખા પરિસરમાં ધૂમાડો ફેલાઈ ગયો હતો.

આગ લાગતાની સાથે જ કંપનીમાં અફરા-તફરી મચી ગઈ અને કર્મચારીઓ પોતાનો જીવ બચાવવા માટે બહાર દોડ્યા હતા. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની અનેક ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને આગ બુઝાવવાનું કામ શરૂ કરી દીધું હતુ.

ઘટનાની ગંભીરતા જોઈને સ્થાનિક પોલીસ પણ તરત જ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને સુરક્ષા વ્યવસ્થા સંભાળી હતી. ઘટનાસ્થળે દોડધામનો માહોલ જોવા મળ્યો હતો, જોકે હાલ સુધી કોઈ જાનહાનીની માહિતી મળી નથી.

હાલ તો આગ શા કારણે લાગી તેની ચોક્કસ માહિતી મળી નથી, પણ પ્રાથમિક અંદાજ મુજબ શોર્ટ સર્કિટ અથવા કેમિકલ રિએક્શનના કારણે આ ઘટના બની હોઈ શકે છે. ફાયર બ્રિગેડની ટીમ સતત આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે અને પોલીસ સમગ્ર મામલે તપાસમાં જોતરાઈ ગઈ છે
આ પણ વાંચો..
- Ahmedabad plane crashનું સાચું સત્ય આ રીતે આવશે બહાર, બળી ગયેલા બોઇંગનું બ્લેક બોક્સ મોકલવામાં આવશે અમેરિકા
- Surat: હત્યાને અકસ્માત ગણાવવાનો પ્રયાસ થયો, આ રીતે ખુલ્યું રહસ્ય; મૃતકના બે મિત્રોની ધરપકડ, બે ફરાર
- Gujarat: ધોળા દિવસે શું થઈ રહ્યું છે? મતદાન મથકના CCTV કામ કરતા બંધ થતા અરવિંદ કેજરીવાલ ગુસ્સે થયા
- Gujaratમાં મતદારોમાં કોઈ ઉત્સાહ જોવા મળ્યો નહીં, જુઓ પેટાચૂંટણીમાં કેટલા લોકોએ કર્યું મતદાન?
- Indigo: મદુરાઈ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટમાં ખામી સર્જાતા ઈમરજન્સી લેન્ડિંગ