Nadiad : નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં રહેતા કુખ્યાત ઈસમ માસુમ મહીડાને એક વર્ષ માટે ખેડા, આણંદ, અમદાવાદ ગ્રામ્ય તેમજ શહેર જિલ્લામાંથી તડીપાર કરવામાં આવ્યો છે.
નડિયાદ પશ્વિમ વિસ્તારમાં રહેતા માસુમ ઉર્ફે ટીનો કાળુભાઇ મહીડા (રહે. ઇડન ગાર્ડન સોસાયટી પાસે “માં” બંગ્લોઝ પીજ રોડ, નડીયાદ) સામે નડિયાદ પશ્વિમ પોલીસ સ્ટેશનમાં શરીર સબંધી, ધાક-ધમકી, છેડતી, અપહરણ તેમજ સ્ત્રી અત્યાચાર જેવા ગુનાઓ નોધાયેલ હોય અને આરોપી લીસ્ટેડ બુટલેગર છે.
જે આધારે તેના વિરુધ્ધ ગુજરાત પોલીસ એક્ટ કલમ 56(ક) મુજબ તડીપારની દરખાસ્ત તૈયાર કરી ઉપરી સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ નડિયાદ તરફ મોકલી આપી હતી. આ તડીપાર હેઠળની દરખાસ્ત મંજુર થઇ આવતા નડીયાદ પશ્વિમ પોલીસે આરોપી માસુમ મહીડાને તાત્કાલિક હદપારના હુકમની બજવણી કરી છે.
તેમજ મુંબઇ પોલીસ અધિનીયમ ગુજરાત પોલીસ એક્ટ કલમ 56(ક) મુજબ તા.3 જૂન, 2025થી એક વર્ષ માટે ખેડા, આણંદ, અમદાવાદ ગ્રામ્ય,અમદાવાદ શહેર જીલ્લાની હદ વિસ્તારમાંથી તડીપાર કરાયો છે.
આ પણ વાંચો..
- Pakistan: પાકિસ્તાનને બદનામ થવાથી બચાવનાર FATF એ ઈરાન પર પોતાની પકડ મજબૂત બનાવી
- Satish Shahનું 74 વર્ષની વયે અવસાન થયું, કિડનીની બીમારીએ લીધો જીવ
- Rohit Sharma: રોહિતે ઓસ્ટ્રેલિયાને સદી સાથે વિદાય આપી, સૌથી વધુ સદીનો રેકોર્ડ બનાવ્યો
- Bharat taxi: દેશની પહેલી સહકારી ટેક્સી સેવા ઓલા અને ઉબેર સાથે સ્પર્ધા કરશે, આવતા મહિને તેનો પાયલોટ લોન્ચ થશે
- Ahmedabadમાં ₹40 લાખના રોકાણની છેતરપિંડીનો કેસ દાખલ





