Gujarat : નડિયાદ મહાનગરપાલિકાની ટીમ આજે સતત બીજા દિવસે વેરાવળ માટે નીકળી છે. વેરા વિભાગના જવાબદાર અધિકારીઓ આજે નડિયાદ મોટી કેનાલ પાસે આવેલા એક કોમ્પલેક્ષમાં વેરા અંગે તપાસ કર્યા બાદ નાના કુંભનાથ રોડ સ્થિતિ એક જાણીતી હોસ્પિટલમાં પહોંચ્યા હતા.
ગઈકાલે મહાનગરપાલિકાની ટીમ પીપલગ ચોકડી પાસે વેરા વસુલાત માટે નીકળી હતી. આજે કોલેજ રોડથી આગળ નહેરની પાસે સેલ્સ ઇન્ડિયાની બાજુમાં પ્રાઈમ ગર્લ્સ હોસ્ટેલમાં પહોંચી હતી. જ્યાં બાકી પડતા 10 લાખના વેરા અંગે મિલકત માલિક સાથે ચર્ચા કરી હતી. તેમજ મિલકત માલિક દ્વારા નોટિસની અમલવારીની બાહેંધરી આપી છે.
અગાઉ મનપાએ નોટિસો આપી હતી અને આ નોટિસની અવગણના કરી અને ટેક્સ હજુ સુધી ભરપાઈ ન કરતા અંતે મનપાએ સ્થળ પર પહોંચી હતી. હવે મનપાની ટીમ બાકી વેરા માટે બી. એલ. ભટ્ટની હોસ્પિટલ પર પહોંચી છે. જ્યાં મિલકત માલિક સાથે વાત કરી રહી છે. જ્યાં જરૂરી તપાસ બાદ કાર્યવાહી સંભવ છે.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે નડિયાદ મનપાએ એક ખુલ્લો પ્લોટ અને 2 દુકાનો સીલ કરી હતી. ત્યારે આજે પણ કાર્યવાહી યથાવત રહેતા બાકી ટેક્સ ધરાવતા મિલકત માલિકોમાં ફફડાટ વ્યાપ્યો છે
આ પણ વાંચો..
- amir khan: શું આમિર ખાન સુપરહીરો બનશે? જૂના મિત્ર સાથે જોડાણ; દિગ્દર્શક નક્કી થયા
- BRICSની એક પ્રભાવશાળી તસવીર: વૈશ્વિક GDPના 22% હિસ્સો ધરાવતા ત્રણ દેશોના નેતાઓ એક ફ્રેમમાં; વડાપ્રધાને તસવીર શેર કરી
- preity zinta: અભિનેત્રી પોતાની જ ફિલ્મો જોવાનું કેમ ટાળે છે? તેણે એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે
- jasprit bumrah: શું આપણે જસપ્રીત બુમરાહની બોલિંગની નવી શૈલી જોઈશું? ઈજામાંથી પરત ફર્યા બાદ તેણે એક મોટો ફેરફાર કર્યો છે
- brics: જો ઝેલેન્સ્કી પુતિનને મળવા માંગતા હોય, તો તેઓ ગમે ત્યારે મોસ્કો આવી શકે છે… રશિયાનો યુક્રેનિયન રાષ્ટ્રપતિને જવાબ




