Ahmedabad : અમદાવાદમાં ફરીથી સંજીવની રથ શરૂ કરાશે. શહેરમાં કોરોનાના સતત વધતા કેસને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું મેયર દ્વારા જણાવવામાં આવ્યું. વધુમાં તેમણે માહિતી આપી કે વર્ષ 2020માં કોવિડ-19ના સમયગાળા દરમિયાન સંજીવની રથ શરૂ કરાયો હતો. તેમ હાલમાં પણ કોરોનાના વધતા કેસ મામલે દર્દીઓને જલદી સારવાર મળી રહે માટે ફરી સંજીવની રથ દ્વારા સહાય કરવામાં આવશે. અત્યાર સુધી ગુજરાતમાં કોરોનાના સક્રિય કેસનો આંક વધીને 338 થયો છે.
સંજીવની રથ માર્ગ પર દોડશે, આપશે સેવા
શહેરમાં રોકેટની જેમ વધતા કોરોનાના કેસને ધ્યાને રાખી ફરીથી સંજીવની રથ માર્ગ પર દોડશે. મેયરે આ મામલે વધુ માહિતી આપતા જણાવ્યું કે હોસ્પિટલોમાં કોવિડ બીમારીને લઈને ઓક્સિજન સિલિન્ડર, જરૂરી દવાઓ તેમજ પૂરતા સાધનો તૈયાર રાખવા સૂચના અપાઈ છે. સંજીવની રથ દ્વારા સંજીવની રથ દ્વારા ઘરે જઇને લોકોના ટેસ્ટ કરાશે. આ ઉપરાંત શ્રમિક વસાહતમાં રહેતા તેમજ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા લોકોને સેવા આપવામાં આવશે. આ રથમાં ડોક્ટર સહિત પેરા મેડિકલ સ્ટાફ તેમજ જરૂરી સાધનો અને દવાઓ દ્વારા કોરોના દર્દીની સારવાર અપાય છે. એક રીતે આ ચાલતું-ફરતું દવાખાનુ છે જે ગરીબ લોકોને હોસ્પિટલમાં દાખલ થવાની ગંભીર સ્થિતિ નિર્માણ પામે તે કોરોના દર્દીને અગાઉ સારવાર અપાય છે.
અમદાવાદ બન્યું કોરોનાનું એપિસેન્ટર
જણાવી દઈએ કે હાલમાં અમદાવાદ કોરોના કેસ મામલે ગુજરાતનું એપિસેન્ટર બન્યું છે. ગુજરાતમાં કોરોનાના નોંધાયેલા દર્દીઓમાંથી 72 દર્દીઓ સાજા થયા અને બે વ્યક્તિના મોત થયાનું સામે આવ્યું છે. કોરોનાથી થયેલ મોતમાં એક 47 વર્ષીય મહિલા અને એક 18 વર્ષીય સગર્ભાનું આ ગંભીર બીમારીના કારણે મૃત્યુ થયું. બંને મહિલાઓને શરૂઆતમાં શરદી, ઉધરસની સામાન્ય સમસ્યા હતી અને બાદમાં આ સમસ્યા ગંભીર બનતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન એક મહિલાનું મોત થયું હતું.
છેલ્લા 24 કલાકમાં નોંધાયા 60થી વધુ કેસ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકની અંદર નવા 60થી વધુ કેસ નોંધાયા છે. જેમાં રાજકોટમાં 8 નવા કેસ, સુરતમાં 3 કેસ અને અમદાવાદમાં અધધ..60 કેસ નોંધાયા. જયારે રાજકોટમાં જિલ્લા પોલીસ વડા હિમકરસિંહનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ ડોકટરની સલાહ મુજબ હોમ આઈસોલેટ થયા છે. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં કોરોના કેસની કુલ સંખ્યા 190એ પહોંચી છે.
દેશમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 4300ને પાર થઈ છે. અને હાલમાં કોરોનાના એક્ટિવ કેસ 4302 થયા. છેલ્લા 24 કલાકમાં દેશમાં 7 લોકોનાં કોરોનાથી મોત થયા.જેમાં મહારાષ્ટ્રમાં 24 કલાકમાં કોરોનાથી 4 મોત અને ગુજરાત, દિલ્હી, તમિલનાડુમાં 1-1 મોત. અને ગુજરાત, દિલ્હીમાં 64-64 નવા કેસ નોંધાયા જ્યારે પશ્ચિમ બંગાળમાં 24 કલાકમાં 60, ઉત્તરપ્રદેશમાં 63, રાજસ્થાનમાં 15, બિહારમાં 11 નવા કેસ નોંધાયા.
આ પણ વાંચો..
- Corona: રોગચાળાના નિષ્ણાતના શબ્દો સાચા સાબિત થયા, સક્રિય કેસ ઘટવા લાગ્યા; પરંતુ હજુ પણ આ ધ્યાનમાં રાખો
- Indonesia: ઇન્ડોનેશિયાના માઉન્ટ લેવોટોબી લાકી-લાકી જ્વાળામુખી ફાટ્યો, ચેતવણી જારી
- Ravi Shashtri: આ બેટ્સમેનને ત્રીજા નંબર પર રમતા જોવા માંગે છે, ટીમ કોમ્બિનેશન પર પોતાનો અભિપ્રાય આપ્યો
- Irani actress: 90 લાખ લોકો ક્યાં જશે? ઇઝરાયલ સાથેના યુદ્ધ વચ્ચે ઇરાની અભિનેત્રીએ રાષ્ટ્રપતિ ટ્રમ્પને સવાલ કર્યો
- Lord Jagannath: મોટી આંખો અને અધૂરું શરીર, ભગવાન જગન્નાથની મૂર્તિ આટલી અલગ કેમ છે?