રાજ્યમાં જીવલેણ અકસ્માતનો સિલસિલો યથાવત છે. અરવલ્લીના મોડાસાના સાકરિયા પાસે સરકારી અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ૩ લોકોના મોત,૨૫ લોકો ઘાયલ થયા હતા. બાઇક ચાલકને બચાવવા જતા એસટી બસ રોંગ સાઈડ અથડાઈ હતી. ડભોઈ-મોડાસા એસટી બસ અથડાઈ હતી. ૫ એમ્બ્યુલન્સ દ્વારા ઘાયલોને સારવાર માટે ખસેડાયા હતા. ઘટનાને પગલે મોડાસાથી માલપુરનો એક તરફનો રસ્તો ડાયવર્ટ કરાયો હતો. અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા છે.

બાઈક ચાલકને બચાવવા જતા એસટી બસ રોંગ સાઈડમાં અથડાઈ હતી. ડભોડ-મોડાસા એસટી બસ સાથે ખાનગી બસ અથડાઈ હતી. ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મોડાસાથી માલપુરનો એક તરફનો રસ્તો ડાયવર્ટ કરાયો હતો. અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા.