મલાઈકા અરોરા અને અર્જુન કપૂર લાંબા સમયથી રિલેશનશિપમાં હતા. જોકે હવે તેમના બ્રેકઅપના સમાચાર સામે આવી રહ્યા છે. આ દરમિયાન મલાઈકાએ એક પોસ્ટ શેર કરી છે. બોલિવૂડ એક્ટ્રેસ મલાઈકા અરોરા અને અર્જુન કપૂર ઘણા વર્ષોથી રિલેશનશિપમાં હતા. બંને બોલિવૂડના ફેવરિટ કપલ્સમાંથી એક હતા. જો કે હવે તેમના અલગ થવાના સમાચાર સામે આવી રહ્યા છે. બ્રેકઅપના સમાચાર વચ્ચે, મલાઈકાએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક રહસ્યમય પોસ્ટ શેર કરી છે.

પિંકવિલાના રિપોર્ટ અનુસાર અર્જુન કપૂર અને મલાઈકા અરોરાએ એકબીજાથી બ્રેકઅપ કરી લીધુ છે. પિંકવિલાના જણાવ્યા મુજબ “ઘણાબધા સૂત્રોએ પુષ્ટિ કરી છે કે મલાઈકા અને અર્જુન બંનેએ મૈત્રીપૂર્ણ રીતે અલગ અલગ રસ્તો અપનાવ્યો છે. સૂત્રોએ કહ્યું કે સંબંધોએ પોતાનો કોર્સ પુરુ કરી લીધો હતો. અને બંને આ સ્થિતીમાં સન્માન જનક રીતે પાર પાડશે.

એક સૂત્રએ જણાવ્યું કે મલાઈકા અને અર્જુન વચ્ચે ખૂબ જ ખાસ સંબંધ હતા અને બંને એકબીજાના દિલમાં ખાસ સ્થાન રાખ્યુ હતું. બંનેએ સહમતિથી અલગ થવાનો નિર્ણય લીધો છે. બંને આ સંબંધ વિશે કોઈને કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરવા દેશે નહીં.

“તેઓ વચ્ચે લાંબો, પ્રેમાળ અને ફળદાયી સંબંધ હતો જે કમનસીબે હવે પૂરો થઈ ગયો છે. બંને વચ્ચે કોઇ મનમોટાવ હોવાનું મનાય છે. તેઓ બંને એકબીજાને ખૂબ માન આપે છે અને એકબીજાની શક્તિ છે. સંબંધના સંદર્ભમાં તેઓ હજુ પણ એકબીજાને માન આપશે અને તેઓ ઇચ્છે છે કે લોકો તેમને આ ભાવનાત્મક સમયમાં જગ્યા આપે. તમને જણાવી દઈએ કે, બ્રેકઅપના સમાચાર વચ્ચે મલાઈકા અરોરાએ તેના ઈન્સ્ટાગ્રામ પર એક ક્રિપ્ટિક પોસ્ટ કરી છે. તેણે પોતાની પોસ્ટમાં પ્રેમ અને સમર્થનની વાત કરી છે.

મલાઈકાએ પોસ્ટમાં લખ્યું છે કે, પૃથ્વી પરનો સૌથી મોટો ખજાનો એ લોકો છે જે અમને પ્રેમ કરે છે અને સપોર્ટ કરે છે. તે ખરીદી અથવા બદલી શકાતા નથી, અને આપણી પાસે તેમાંથી ઘણા ઓછા લોકો છે.