Jamkandoranaમાં માસુમ બાળક પર ખૂંખાર શ્વાને હુમલો કરતા મોત નીપજ્યું હતું. જેમાં ૭ વર્ષના બાળકને કૂતરાએ ગળાના ભાગે બચકા ભરી લેતાં ઘટના સ્થળે પ્રાણપંખેરૂં ઉડી જવાથી અરેરાટી પ્રસરી ગઈ હતી.

કુદરતી હાજતે ગયેલા ૭વર્ષના બાળકને કૂતરાએ ગળાના ભાગે બચકા ભરી લેતાં ઘટના સ્થળે પ્રાણપંખેરૂં ઉડી ગયું

Jamkandoranaના ઈન્દિરાનગર વિસ્તારમાં ત્રણ નાના ભુલકાઓ સમી સાંજે કુદરતી હાજતે ગયા હતાં ત્યાં ઓચિંતા રખડતાં કુતરાએ ૭ વર્ષના રવી નામના બાળક પર જીવલેણ હુમલો કરતાં ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નિપજયું હતું. આ કૂતરાનો હુમલો એટલો ભયાનક હતો કે બાળકને ગળા અને માથાંના ભાગે તીક્ષ્ણ દાંતથી બચકા ભરીને શરીરને પીંખી નાખ્યું હતું.

આ વિસ્તારના લોકો તાત્કાલિક લોહીલુહાણ બાળકને જામકંડોરણા સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા, પણ સારવાર મળે તે પહેલા જ માસુમ | બાળકે અંતિમ શ્વાસ લઈ લીધાં હતાં. આ બાળકના પરિવારજનોનાં કરુણતા ભરેલા રૂદનથી સરકારી દવાખાનામાં ગમગીની છવાઈ ગઈ હતી.